Cricket: ક્રિકેટ જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન, સુનિલ ગાવસ્કર થયા ભાવુક
Syed Abid Ali Death: ભારતના દિગ્ગજ ક્રિકેટર સૈયદ આબિદ અલીનું 83 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ભારત માટે 29 ટેસ્ટ મેચ રમી હતી.

Syed Abid Ali Death News: ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતનો જશ્ન હજુ તો પૂરો નથી થયો ત્યાં તો, એક દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોક ફેલાઈ ગયો છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સૈયદ આબિદ અલીનું 83 વર્ષની વયે અવસાન થયું છે. તે પોતાની ઉત્તમ ફિલ્ડિંગ માટે જાણીતા હતા. અલીએ 29 ટેસ્ટ મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. બીજા એક દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સૈયદ અલી (Sunil Gavaskar on Syed Abid Ali Death) ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સુનીલ ગાવસ્કરે દુઃખ વ્યક્ત કર્યું
ક્રિકબઝ અનુસાર, સુનિલ ગાવસ્કરે સૈયદ આબિદ અલીના દુઃખદ અવસાન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "આ સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. અલીમાં સિંહ જેવું હૃદય હતું જે ટીમની જરૂરિયાતો માટે કંઈ પણ કરી શકતા હતા. ઓલરાઉન્ડર હોવાને કારણે, તે મધ્યમ ક્રમમાં બેટિંગ કરતા હતા પરંતુ જ્યારે પણ જરૂર પડે ત્યારે તે ઓપનિંગ પણ કરતા હતા. તેણે લેગ સાઈડ પર કેટલાક શાનદાર કેચ પણ પકડ્યા હતા."
દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ઇતિહાસ યાદ કરતાં કહ્યું, "જો મને બરાબર યાદ છે, તો સૈયદ આબિદ અલી વિશ્વના પહેલા બોલર હતા જેમણે ટેસ્ટ મેચના પહેલા બોલ પર બે વાર વિકેટ લીધી હતી. મારી ડેબ્યૂ ટેસ્ટમાં, જ્યારે તેને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક મળી, ત્યારે તેમને બોલ ફેંકાયા બાદ તરત જ ભાગવાની આદત હતી. આ રણનીતિ અસરકારક સાબિત થઈ કારણ કે આ કારણે વિરોધી ટીમે ઓવર-થ્રોને કારણે ઘણા રન આપ્યા. હું તેમના સંબંધીઓ અને તેમના બધા નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું."
સૈયદ આબિદ અલીની કારકિર્દી
સૈયદ આબિદ અલીએ પોતાની કારકિર્દીમાં ભારત માટે 29 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 47 વિકેટ લીધી હતી. તેમણે બેટથી પણ યોગદાન આપ્યું, તેમની ટેસ્ટ કારકિર્દીમાં 6 અડધી સદી સહિત 1,018 રન બનાવ્યા. આ ઉપરાંત, તેણે 5 ODI મેચોમાં 7 વિકેટ લીધી અને 93 રન બનાવ્યા.
સૈયદ આબિદ અલીના નિધન પર ઘણા ક્રિકેટરો અને ક્રિકેટ ફેન્સે સોશિયલ મીડિયા પર સંવેદન વ્યક્ત કરી છે. પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલે, પ્રજ્ઞાન ઓઝા અન મોહમ્મદ અઝરુદિને શોક વ્યક્ત કર્યો છે.
My first cricket hero. Rejoiced as a child when he had a great debut against Australia, was overjoyed when he scored the winning runs against England in 1971. Great trier, big hearted man. Khudahafiz Abid Chicha. #SyedAbidAli pic.twitter.com/OWICAGWCGr
— Harsha Bhogle (@bhogleharsha) March 12, 2025
Deeply saddened by the passing of Syed Abid Ali sir, the legendary all-rounder from Hyderabad. His contributions to Indian cricket, especially during the 1960s and 70s, will always be remembered. Heartfelt condolences to his family and loved ones. Rest in peace! @bcci… pic.twitter.com/SPrnzMmYFl
— Pragyan Ojha (@pragyanojha) March 12, 2025
Deeply saddened to hear about the passing of Syed Abid Ali Saheb. His contributions to the game and his unwavering passion for cricket will always be remembered.#SyedAbidAli pic.twitter.com/ca6QmMhhVH
— Mohammed Azharuddin (@azharflicks) March 12, 2025



















