Gujarat Weather: આજે રાજ્યના આ બે જીલ્લામાં રેડ એલર્ટ, 12 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જા
Gujarat Weather: હોળી પહેલા જ રાજ્યમાં આકરી ગરમી પડવા લાગી છે અને આવનારા સમયમાં પણ લોકોને વધુ રાહત નહીં મળે. રાજ્યમાં તાપમાનને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.

Gujarat Weather: હોળી પહેલા જ રાજ્યમાં આકરી ગરમી પડવા લાગી છે અને આવનારા સમયમાં પણ લોકોને વધુ રાહત નહીં મળે. રાજ્યમાં તાપમાનને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હજુ આજે પણ કાળઝાળ ગરમી યથાવત રહેશે. કાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે આજે 12 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બોટાદ,ભાવનગર,અમરેલી, જૂનાગઢ,રાજકોટ અને મોરબીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરામાં આજે ગરમીને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કાલથી તાપમાનમાં 2થી 4 ડિગ્રીના ઘટાડાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. કાલે પાંચ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ
ઉનાળાની શરુઆતમાં જ દક્ષિણ ગુજરાત લાઈટ ગૂલ થતા લોકો ગરમી અકળાયા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં લાઈટનો પ્રોબ્લેમ આવતા લોકો ગરમીમાં છેકાવા મજબૂર બન્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ છે. સુરત શહેરમાં લાઇટનો મોટો ફોલ્ટ થયા હોવાની વાત સામે આવી છે.
કતારગામ વિસ્તારમાં લાઈટની ટ્રીપ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક કારખાનામાં મોટું નુકશાન થયું છે. મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફીસે પહોંચ્યા છે. અનેક કારખાનામાં મશીનરીને નુકશાન થયું છે. લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસે જઈ હોબાળો મચાવ્યો છે.
સુરતના અનેક વિસ્તારમાં લાઈટ જતી રહી છે.
મળતી માહિતી પ્રમાણે સોર્સ લાઇન 400 કેવી લાઈનમાં સમસ્યા સર્જાઈ છે. સ્ટેટ લોડ જાંબુઆ ખાતે લાઈન સ્ટ્રીપ થઈ છે. આખા દક્ષિણ ગુજરાતમાં તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત ખાતે વીજળી ડૂલ થઈ છે.
વીજળી ગૂલ થતા વ્યારામાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પરેશાન
વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢમાં લાઈટ ગૂલ થઈ છે. લાઈટ ન હોવાના કારણે શાળામાં વિદ્યાર્થીઓ હેરાન થયા છે. આગ ઝરતી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વીજળી સંકટ ઉભુ થયું છે. સુરત,તાપી,ભરૂચ,રાજપીપળામાં એક કલાકથી વીજળી ગૂલ છે. DGVCL હેઠળ આવતા વિસ્તારોમાં વીજળી જતા લોકોને હાલાકી પડી છે. સુરત ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક કલાકથી લાઈટ નથી. આગ ઝરતી ગરમી વચ્ચે તાપીમાં પણ એક કલાકથી લાઈટ નથી. જોકે, એક કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે તેવો DGVCLએ દાવો કર્યો છે.
સુરત, ભરૂચમાં લાઈટ ગૂલ થતા ફેક્ટરી, કારખાનાઓમાં કામકાજ ઠપ થયા છે. દક્ષિણ ગુજરાતમાં લાઈટ ગૂલ થતા સરકારી કચેરીઓમાં કામકાજ ઠપ થઈ ગયા છે. અચાનક ઈલેક્ટ્રિક શટડાઉનથી હીરા-કાપડ ઉદ્યોગને ભારે અસર થઈ છે. લાઈટ ગૂલ થતા લોકોએ માળિયા પરથી હાથ પંખા ઉતારી હવા ખાવા લાગ્યા છે.





















