(Source: ECI/ABP News/ABP Majha)
ભારે વરસાદ વચ્ચે અચાનક પડી વીજળી.. માંડ માંડ બચ્યો યુવકનો જીવ, જુઓ વીડિયો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હૈદરાબાદમાં વરસાદનો સિલસિલો આ મહિનાના અંત સુધી ચાલુ રહેશે. વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Hyderabad Lightning Strike Video Viral: હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએથી ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા છે. પાણી ભરાવાના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે વીજળી પડવાનો પણ ભય ઉભો થયો છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે, જેમાં વીજળીનું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ આકાશી વીજળી એટલી ભયાનક હતી કે એક વ્યક્તિનો જીવ માંડ માંડ બચ્યો હતો.
#HyderabadRains
— Revathi (@revathitweets) July 25, 2023
A massive lightening struck on a luckily empty street in Attapur in #Hyderabad during the mad downpour last night. The guy who was seen walking missed it by a whisker. Luckily no one was hurt, some electronics reportedly damaged! #StaySafeHyderabad pic.twitter.com/B9VMs1uvfV
ભારે વરસાદ વચ્ચે અચાનક પડી વીજળી
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ પડી રહ્યો છે અને આવી સ્થિતિમાં એક છોકરો કોઈ કામ માટે ઘરની બહાર જાય છે. પોતાનું કામ કરીને પાછા ફરતા જ અચાનક આકાશી વીજળી પડે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આકાશમાં વીજળીનો વિસ્ફોટ કેટલો વિનાશકારી હતો. જો છોકરો યોગ્ય સમયે ત્યાંથી ન ખસ્યો હતો તો તેનું મોત થઈ ગયું હોત.
માંડ માંડ બચ્યો યુવકનો જીવ
વીજળી એવા સમયે પડી જ્યારે ત્યાં પેલા છોકરા સિવાય બીજું કોઈ હાજર નહોતું. જો કે છોકરાને કોઈ ઇજા થઈ નથી. જો કે વિજળીના કારણે વિદ્યુત ઉપકરણોને ચોક્કસપણે નુકસાન થયું હતું. વીજળી પડવાનું આ ભયાનક દ્રશ્ય નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા લેંગર હૌજ સ્થિત કુતુબશાહી સમયની મસ્જિદ પર પણ વીજળી પડવાની ઘટના જોવા મળી હતી.
ભારે વરસાદ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હૈદરાબાદમાં વરસાદની પ્રક્રિયા આ મહિનાના અંત સુધી ચાલુ રહેશે. વીડિયો જોયા પછી અમે કહીશું કે ભારે વરસાદમાં ઘરની બહાર નીકળવાની ભૂલ ન કરો. ઘરે રહો અને સુરક્ષિત રહો.