Lok Sabha Security Breach:સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક,અચાનક જ ગેસ સ્પ્રે સાથે યુવક વેલમાં ઘૂસી જતાં હડકંપ
સંસદ ભવન પર હુમલાની વરસીના દિવસે જ ફરી સસંદની સુરક્ષામાં ચૂકના કારણે એક ઘટના ઘટી છે. એક યુવક ગેસ સ્પ્રે સાથે અચાનક વેલમાં ઘુસી ગયો
Loksabha:આજે સસંદ પર થયેલા આતંકી હુમલાની વરસી છે. આ જ દિવસે ફરી સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક થઇ હોવાની ઘટના બની છે. અહીં આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલેરીમાંથી એક વ્યક્તિ અચાનક વેલમાં ઘુસી ગયો હતો. આ યુવકના હાથમાં ગેસ સ્પ્રે પણ હતું. ઘટનાના કારણે ગૃહમાં હડકંપ મચી ગઇ હતી. પોલીસે બે લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે 2001માં આજના દિવસે સંસદ પર આતંકી હુમલો થયો હતો.
દેશના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવનની સુરક્ષામાં આજે બે ચૂક થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પ્રથમ કિસ્સામાં, સંસદની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા બે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને બીજો કિસ્સામાં લોકસભાની કાર્યવાહી દરમિયાનનો છે. અહીં કાર્યવાહી દરમિયાન એક શખ્સ ગેસ સ્પ્રે સાથે વેલમાં ઘુસી ગયો હતો અને તે ગેસ સ્પ્રેથી સ્પ્રે પણ કર્યું હતું. આ સમય દરમિયાન સાંસદોમાં હડકંપ મચી ગઇ હતી. બુધવારે સવારે કેટલાક લોકોએ સંસદની બહાર હંગામો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં લાગેલા દિલ્હી પોલીસના જવાનોએ બે પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે.
#WATCH लोकसभा की विजिटर गैलरी से एक अज्ञात व्यक्ति कूद गया जिसके बाद सदन में हंगामा हुआ और सदन को स्थगित कर दिया गया। pic.twitter.com/70ZCasi3nC
— ANI_HindiNews (@AHindinews) December 13, 2023
#WATCH | Security breach in Lok Sabha | Congress MP Karti Chidambaram says "Suddenly two young men around 20 years old jumped into the House from the visitor's gallery and had canisters in their hand. These canisters were emitting yellow smoke. One of them was attempting to run… pic.twitter.com/RhZlecrzxo
— ANI (@ANI) December 13, 2023
#WATCH | Security breach in Lok Sabha | Shiv Sena (UBT) MP Arvind Sawant says, "...Nobody got injured. When they jumped down, the benches at the back were unoccupied so they were caught...Two ministers were in the House." pic.twitter.com/ig0Z1z2dCG
— ANI (@ANI) December 13, 2023