Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ ટનલમાં ભૂસ્ખલન, એકનું મોત - 6 લોકો ફસાયા
Jammu Kashmir News: આ ઘટના રેટલે પાવર પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી. જ્યાં રેસ્ક્યૂ ટીમ ટીમ પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
Jammu Kashmir News: આ ઘટના રેટલે પાવર પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી. જ્યાં રેસ્ક્યૂ ટીમ ટીમ પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
શનિવારે (29 ઓક્ટોબર) જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં પાવર પ્રોજેક્ટ ટનલમાં ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે છ રેસ્સ્યૂ ટીમના 6 લોકો ફસાયા હતા. આ ઘટના રાત્રે પાવર પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, ભૂસ્ખલન બાદ સુરંગમાં ગયેલા છ લોકો ફસાયા હતા. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તાબડતોબ બચાવ કામગીરી શરૂ કરી હતી. કિશ્તવાડ પ્રશાસનના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં જેસીબી ડ્રાઈવરના મોતના અહેવાલ છે. કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા છે.
જેસીબીના ડ્રાઇવરને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઇ હતી. હાલ આ વિસ્તારમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા બચાવકર્તા ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ફસાયેલા લોકોને બચાવવા માટે ફ્લડલાઇટ સાથે કામ કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમાં લગભગ 7 લોકોને બચાવ્યાં છે જેમાંથી બેની હાલત ગંભીર છે.
Just now spoke to DC #Kishtwar, Dr Devansh Yadav on receiving the report of a fatal landslide at the site of the under construction Ratle Power Project. The JCB driver unfortunately died on the spot. The rescue team of about 6 persons, deputed to
— Dr Jitendra Singh (@DrJitendraSingh) October 29, 2022
1/2
જેસીબીના ડ્રાઇવરનું મોત
આ ઘટના અંગે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, તેમણે જમ્મુ અને કાશ્મીરના ડીસી કિશ્તવાર સાથે વાત કરી હતી, જેના દ્રારા જાણવા મળ્યું કે, પાવર પ્રોજેક્ટના સ્થળે સર્જાયેલા ભૂસ્ખલનમાં જેસીબીના ડ્રાઇવરનું કમનસીબે મોત નિપજ્યું છે.
કેન્દ્રીય મંત્રી જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છે
ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “ઘટના બાદ સ્થળ પર તૈનાત લગભગ 6 લોકોની રેસ્ક્યુ ટીમ પણ કાટમાળ નીચે ફસાઈ ગઈ હતી. ફસાયેલા લોકોને બચાવવા અને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જરૂરીયાત મુજબ વધુ સહાય પૂરી પાડવામાં આવે છે. હું જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું”