MCD Election Result 2022: 15 વર્ષના ભાજપના શાસનનો ધ્વંશ, ઝાડૂનો ચાલ્યો જાદૂ, 129 બેઠક પર AAPનો વિજય
Delhi MCD Results 2022 Live: MCD ચૂંટણીમાં 1349 ઉમેદવારો મેદાનમાં હતા અને આજે પરિણામ જાહેર થયા બાદ તે બધાના ભાવિનો નિર્ણય થશે. પરિણામની દરેક અપડેટ જાણવા માટે એબીપી અસ્મિતા સાથે જોડાયેલા રહો.
LIVE
Background
Delhi MCD Results 2022 Live: MCD ચૂંટણીમાં 1349 ઉમેદવારો મેદાનમાં હતા અને આજે પરિણામ જાહેર થયા બાદ તે બધાના ભાવિનો નિર્ણય થશે. પરિણામની દરેક અપડેટ જાણવા માટે એબીપી અસ્મિતા સાથે જોડાયેલા રહો.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું અને આ ચૂંટણીના પરિણામ આજે સવારે 8 વાગ્યાથી આવવાનું શરૂ થયું . MCD ચૂંટણી માટે 1349 ઉમેદવારો મેદાનમાં હતા. આ બધાના ભાવિનો આજે નિર્ણય થવાનો છે. છેલ્લા 15 વર્ષથી MCD પર શાસન કરી રહેલ ભાજપ આ વખતે એક્ઝિટ પોલમાં ખૂબ પાછળ છે. એક્ઝિટ પોલ પ્રમાણે હવે MCDમાં પણ AAPની સરકાર બનવા જઈ રહી છે.
Delhi MCD Results 2022: MCD પર છેલ્લા 15 વર્ષથી ભાજપનો કબ્જો
એમસીડી પર 15 વર્ષથી ભાજપનો કબજો છે. વર્ષ 2007 પછી MCD ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો નથી. જોકે, એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે આમ આદમી પાર્ટીની જીત થવાની આશા છે.
સૌથી નકારાત્મક પક્ષને હરાવીને જનતાએ કટ્ટર ઈમાનદાર માણસને જીતાડ્યો - મનીષ સિસોદિયા
દિલ્હી MCD ચૂંટણીમાં જીત પર આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, "દિલ્હી MCDમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા બદલ દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર. વિશ્વની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીને હરાવીને. દિલ્હીના લોકો, કટ્ટર પ્રમાણિક અને કામ કરનારા અરવિંદ કેજરીવાલ જીત્યા છે. અમારા માટે આ માત્ર જીત નથી, આ એક મોટી જવાબદારી છે." દિલ્લી આમ આદમી પાર્ટીની ઓફોિસમાં જશ્નનો માહોલ
#Delhi MCD Elections 2022: Baby #Kejriwal celebrates as #AAP crosses halfway mark, video goes #viral; watch#MCDElections2022 #MCDPolls #MCDElectionResults #MCDResult#DelhiMCDPolls pic.twitter.com/mZHdQMibb4
— Free Press Journal (@fpjindia) December 7, 2022
MCD Election 2022: આમ આદમી પાર્ટીનો MCDમાં ભવ્ય વિજય, બહુમતીનો આંકડો કર્યો પાર
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. 239 બેઠકોના પરિણામમાં આમ આદમી પાર્ટીને 130 બેઠકો મળી છે. બીજી તરફ ભાજપને 99 સીટો પર સફળતા મળી છે.
MCD Election Result 2022: AAPના ટ્રાન્સજેન્ડર ઉમેદવાર બોબી સુલતાનપુરી-A વોર્ડમાંથી જીત્યા
આ વખતે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAP ઉમેદવાર બોબી સુલતાનપુરી-એ વોર્ડમાંથી જીત્યા છે. પ્રથમ વખત, MCDમાં ટ્રાન્સજેન્ડર સમુદાયનો સભ્ય હશે.
सुल्तानपुरी-ए वार्ड से AAP उम्मीदवार बॉबी जीत गईं हैं। पहली बार MCD में ट्रांसजेंडर समुदाय का सदस्य होगा।#DelhiMCDElectionResults2022 pic.twitter.com/clKwxvecXA
— ANI_HindiNews (@AHindinews) December 7, 2022
MCD Election Result 2022::AAPનો 75 પર વિજય, વિજય લગભગ નિશ્ચિત
MCD Election Result 2022::AAPનો 78 પર વિજય, વિજય લગભગ નિશ્ચિત
15 વર્ષ જૂનો કિલ્લો ધ્વશ,MCD Election Result 2022: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મત ગણતરીને લઈને બીજેપી આમ આદમી પાર્ટીએ મોટું નિવેદન આપ્યું છે. AAPએ કહ્યું છે કે 15 વર્ષ જૂના કિલ્લાને તોડી પાડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણીમાં અત્યાર સુધી 78 સીટો જીતી મેળવી છે.
Delhi MCD Chunav Results 2022 Live: ભાજપે 46 અને AAPને 56 સીટો જીતી, કોંગ્રેસને 4 સીટો, જાણો દરેક પળની અપડેટ
Delhi MCD Chunav Results 2022 Live: ભાજપે 46 અને AAPને 56 સીટો જીતી, કોંગ્રેસને 4 સીટો, જાણો દરેક પળની અપડેટ
Delhi MCD Chunav Results 2022 Live: મનોજ તિવારીએ કહ્યું- બીજેપીનો જ ફરી મેયર બનશે
MCD ચૂંટણીની મતગણતરી વચ્ચે બીજેપી સાંસદ મનોજ તિવારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, "આપની નૈતિક હાર થઈ છે. અમે દિલ્હીનું દિલ જીતી લીધું છે અને અમે ચૂંટણી જીતવાના છીએ. અમારા મેયર ફરીથી બનાવવામાં આવશે."
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 56 બેઠકો જીતી છે. જ્યારે ભાજપને 46 બેઠકો મળી છે. આ સિવાય કોંગ્રેસને 4 બેઠકો મળી છે.