શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં કોરોનાએ મચાવ્યો કાળો કેરઃ 24 કલાકમાં 4નાં મોતથી ખળભળાટ
પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. પાટણમાં કોરોનાના ચોથા પોઝિટિવ દર્દી 48 વર્ષીય પુરુષનું સારવાર દરમિયા મોત થયું છે
પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. પાટણમાં કોરોનાના ચોથા પોઝિટિવ દર્દી 48 વર્ષીય પુરુષનું સારવાર દરમિયા મોત થયું છે. શહેરના સાલવી વાડા વિસ્તારમાં રહેતા પુરુષનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીના મોતની સંખ્યા 19 ઉપર પહોંચી ગઈ છે.
હારીજના 26 વર્ષના યુવાનનું ધારપુર ખાતે રાત્રે 11 કલાકે સારવાર દરમિયાન મોત થયું છે. હારીજમાં યુવાનના કોરોનાથી પહેલા મોતથી માતમ છવાયો છે. હારીજ શહેરમાં યુવક નાસ્તાની લારી ચલાવતો હતો તે દરમિયાન તેને કોરોનાનો ચેપ લાગ્યો છે.
પાટણ સીટીના બાબુના બંગલા પાસે રહેતા 40 વર્ષીય યુવાનનું કોરોનાથી મોત થયું હતું. અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. તેમજ ચાણસ્મા તાલુકાના ઘરમોડા ગામના 64 વર્ષીય પુરુષનું કોરોનાથી મોત થયું છે. 20 જૂનથી અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement