શોધખોળ કરો

Makar Sankranti 2024: મકરસંક્રાતિના તહેવારમાં છવાયો માતમ! પતંગ લુંટવા જતા કુવામાં પડેલા 10 વર્ષના બાળકનું મોત

Makar Sankranti 2024: આજે રાજ્યભરમાં મકરસંક્રાતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો વહેલી સવારથી જ ઘરના ધાબા પર ચઢી પતંગ ચગાવવાની મોજ માણી રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ અકસ્માતની ઘટના પણ સામે આવી છે.

Makar Sankranti 2024: આજે રાજ્યભરમાં મકરસંક્રાતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો વહેલી સવારથી જ ઘરના ધાબા પર ચઢી પતંગ ચગાવવાની મોજ માણી રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ અકસ્માતની ઘટના પણ સામે આવી છે. આવી જ દુર્ઘટના ખેરાલુ ખાતે બની છે. અહીં મોટી હિરવાણી ગામના રાહુલ વણઝારા નામનો બાળક મોતને ભેટ્યો છે. પતંગ લુંટવા જતા રાહુલ કુવામાં ખાબક્યો હતો.

ખેરાલુ તાલુકાના મોટી હિરવાણી ગામના કુવામાં પડી જતાં બાળકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. રાહુલ વણઝારા નામના દસ વર્ષના બાળકનું મોત  થતા પરિવારમાં માતમ છવાયો છે. પતંગ લુંટવા જતા બાળકનું ધ્યાન ન રહ્યું અને તે કુવામાં ખાબક્યો. ઉતરાયણના દિવસે મોત થતાં ગામમા શોકની લાગણી છવાઈ છે.

વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું મોત
દાહોદમાં મકરસંક્રાતિનો તહેવાર માતમમાં ફેરવાયો છે. અહીં પતંગ ઉડાવતા સમયે કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે. દાહોદ જીલ્લાના કથોલીયા ગામે આ દુર્ઘટના બની હતી. દસ વર્ષેનો બાળક ઘરની બહાર પતંગ ઉડાવતો હતો ત્યારે વીજ કેબલોમાં દોરી ફસાતા કરંટ લાગ્યો હતો.

કરંટ લાગતા આસપાસના લોકો અને પરિજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મતદેહને પીએમ માટે  લઈ જવાયો હતો. ઘટનાને લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દસ વર્ષનાં બાળકનું મોત થતા પરિજનોમાં ગમગમીનો માહોલ છવાયો છે.

મકરસંક્રાંતિના ઉલ્લાસના રંગમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનીઝ દોરી કાળમુખી બની છે. વડોદરાના વાઘોડિયાના આમોદર ના રસિક પટેલનું દોરી વાગી જતાં  મોત થયું છે. 67 વર્ષીય વકીલ રસિક પટેલ બાઇક પર  જઇ રહ્યાં હતા  આ સમયે અચાનક ચાઇનીઝ દોરી સામે આવી જતા તેમનો પગ દોરીમાં ફસાઇ ગયો હતો અને બાઇક પરથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. દુર્ધટના બાદ તેમને તાબડતૂ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય.

ઉલ્લેખનિય છે કે, રાજ્યભરમાં આજે ઉતરાયણનો તહેવાર ધૂમધામથી મનાવાઇ રહ્યો છે પરંતુ મકરસંક્રાંતિના પર્વના રંગમાં ભંગ પાડતી પણ અનેક ઘટનાના અહેવાલ સામે આવ્યાં છે. ઉતરાયણ પર્વની સવારે 10 વાગ્યા સુધીમાં જ 108 સેવાને 1077 ઇમરજન્સી કોલ આવ્યા હતા. ગયા વર્ષે 10 વાગ્યા સુધીમાં  936 કોલ મળ્યા હતા.ચાલુ વર્ષે 10 વાગ્યા સુધીમાં 114 જેટલા ઈમરજન્સી કોલની સંખ્યા વધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

Embed widget