કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAPએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?
ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે

કડી વિધાનસભા પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ)એ ઉમેદવાર જાહેર કર્યા હતા. કડીમાં આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી હતી. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નામ જાહેર કર્યું હતું. ઇસુદાન ગઢવીએ કહ્યું કે કડી, વિસાવદરમાં મજબૂતીથી લડીશું.
કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે યુવા અને લડાયક શ્રી જગદીશ ચાવડાની પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
— AAP Gujarat (@AAPGujarat) May 30, 2025
વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી લડી રહ્યા છીએ અને જનતા અમને જીતાડશે તેનો અમને પૂરો વિશ્વાસ છે. @isudan_gadhvi pic.twitter.com/7dbB5Pdr93
AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે. જનતા આપ સાથે, બીજા પક્ષોને જાકારો આપશે. નોંધનીય છે કે ગુજરાતમાં આગામી મહિને બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા 26 મેથી શરૂ થઈ હતી, અને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 2 જૂન હતો. આ પેટાચૂંટણીના પરિણામો 23 જૂને જાહેર થશે. નોંધનીય છે કે, ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવદરની વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જ્યારે કરશન સોલંકીના નિધનથી કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, હર્ષદ રિબડિયાએ અરજી કરતા વિસાવદરની પેટાચૂંટણી થોડા સમય માટે અટવાઈ હતી. વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત હતો, જેમાં AAP, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસ અને AAP એ ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી હતી.
કડી વિધાનસભા બેઠક માટે નિમણૂકો:
કડી વિધાનસભા બેઠક માટે ભાજપે નીચે મુજબના પદાધિકારીઓની નિમણૂક કરી છે:
- પ્રભારી: સુરેશભાઈ પટેલ (પૂર્વ પારસવલ્લી મણિનગર વિધાનસભા) અને દશરથજી ઠાકોર (પૂર્વ જિલ્લા પ્રમુખ , પાટણ જિલ્લા).
- સંયોજક: વિનોદભાઈ રણછોડભાઈ પટેલ (ચેરમેન, મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક).
- સહ સંયોજક: હિમાંશુભાઈ બંસીભાઈ ખમાર (વાઈસ ચેરમેન, એપીએમસી કડી).
વિસાવદર વિધાનસભા બેઠક માટે નિમણૂકો:
વિસાવદર વિધાનસભા બેઠક માટે ભાજપે નીચે મુજબના પદાધિકારીઓની નિમણૂક કરી છે:
- પ્રભારી: કમલેશભાઈ મીરાણી (પૂર્વ શહેર પ્રમુખ , રાજકોટ શહેર) અને જયેશભાઈ રાદડીયા (જેતપુર વિધાનસભા ધારાસભ્ય).
- સંયોજક: ભરતભાઈ વડાલીયા (પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ , જૂનાગઢ જિલ્લો).
- સહ સંયોજક: નરેન્દ્રભાઈ કોટીલા (પૂર્વ જિલ્લા મંત્રી, જૂનાગઢ જિલ્લો).





















