(Source: ECI/ABP News/ABP Majha)
Accident: મહેસાણામાં ત્રિપલ હિટ એન્ડ રન, કડી, વિસનગર, વડનગરમાં નબીરાઓ ટક્કર મારીને ફરાર
આ ત્રણ ઘટનાઓમાં એક ઘટના કડીમાં ઘટી છે, કડીના અગોલ રૉડ પર પિકઅપ જીપ ચાલક એક રાહદારીને ટક્કર મારીને ભાગી ગયો હતો
Accident: મહેસાણા જિલ્લમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો સિલસિયો યથાવત રહ્યો છે, જિલ્લમાં ત્રણ અલગ અલગ જગ્યાએ હિટ એન્ડ રનની ઘટનાઓ ઘટી છે, જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ત્રણ ઘટનાઓમાં એક ઘટના કડીમાં ઘટી છે, કડીના અગોલ રૉડ પર પિકઅપ જીપ ચાલક એક રાહદારીને ટક્કર મારીને ભાગી ગયો હતો. બીજી ઘટનામાં વડનગરના મોલીપુર પાસે ખેતરમાં કામ કરવા જતી મહિલાને એક કાર ચાલકે ટક્કર મારી હતી, અને ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વળી, ત્રીજી ઘટના હાઇવે પર ઘટી છે, વિસનગર અને મહેસાણા હાઇવે રૉડ પર સ્વાલા ગામ પાસે એક કારચાલકે એક 11 વર્ષની બાળકીને ટક્કરને બાદમાં તે ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં પણ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. નોંધનીય છે કે, મહેસાણા જિલ્લાના કડી, વિસનગર અને વડનગર તાલુકામાં ત્રણ અલગ-અલગ હિટ એન્ડ રનની ઘટનામાં કુલ 3 લોકો ઘાયલ થયા છે. મહેસાણા જિલ્લામાં પોલીસના ટ્રાફિક નિયમના પાલનના દાવા વચ્ચે ફાસ્ટ સ્પીડમાં વાહનોનો કેર યથાવત છે.
Mehsana: બંધ પડેલી આઇશર સાથે બસ અથડાઇ, એક મહિલાનું મોત, કન્ડક્ટર ઘાયલ
Mehsana: મહેસાણામાં સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના વસાઈ નજીક એસટી બસ અને આઈશર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઇ છે. આ અકસ્માતમાં એક મહિલાનુ મોત થયાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, મહેસાણાના વસાઇ નજીક એસટી બસ એક આઇશર સાથે ટકરાઇ છે, અહીં બંધ પડેલી આઈશર સાથે અચાનક બસ અથડાઇ ગઇ હતી, આ બસનો રૂટ ભુજ ખેડબ્રહ્મા હતો અને અચાનક આઈશર સાથે બસ અથડાઈ જતાં એક મહિલા મુસાફરનું મોત થયુ છે. આ ઉપરાંત કંડકટર સહિત અન્ય બે મુસાફરને ગંભીર રીતે ઇજા પહોંચી છે. અકસ્માત ભયાનક હોવાના કારણે બસનો દરવાજો કાપીને બસમાં રહેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મહેસાણા જિલ્લામાં વધુ એક તાલુકો ઉમેરાશે, જાણો ક્યા ગામને તાલુક બનાવવા દરખાસ્ત થઈ
Mehsana: મહેસાણાને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં હવે વધુ એક તાલુકો ઉમેરાવા જઈ રહ્યો છે. વિજાપુર તાલુકાના કુકરવાડા ગામને તાલુકો બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે. આ તાલુકામાં વિજાપુરનાં 21, માણસાનાં 9 અને મહેસાણાનાં 3 ગામોનો સમાવેશ કરાશે. જિલ્લા તંત્રએ રાજ્યના સેટલમેન્ટ કમિશ્નરને આગળની કાર્યવાહી માટે દરખાસ્ત મોકલી છે. સેટલમેન્ટ કમિશ્નરની કામગીરી પૂર્ણ થયા બાદ કુકરવાડા નવો તાલુકો બની શકે છે. સંસદ સભ્ય, વર્તમાન અને પૂર્વ ધારાસભ્યની ભલામણ, 33 ગામોના તમામ સરપંચના અભિપ્રાય સાથેની દરખાસ્ત મોકલાઈ છે. વિજાપુરથી કુકરવાડા વચ્ચેનું અંતર 17 કિમી, માણસાથી 16 તેમજ મહેસાણાનું 35 કિમી અંતર દર્શાવતી વિગતોનો સમાવેશ થયો છે.