શોધખોળ કરો

Mehsana: વિસનગર પાસે ઝેરી કેમિકલ ઠલવાતા લોકોમાં રોષ,  ટેન્કર મૂકી ચાલક ફરાર 

મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે.   વિસનગર પાસે અમદાવાદથી લાવી ઝેરી કેમિકલ ઠલવાતા  લોકોને શ્વાસ લેવામાં  તકલીફ પડી રહી છે.

મહેસાણા:  મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે.   વિસનગર પાસે અમદાવાદથી લાવી ઝેરી કેમિકલ ઠલવાતા  લોકોને શ્વાસ લેવામાં  તકલીફ પડી રહી છે.   પોલીસ પહોંચતા કેમિકલ ભરેલ ટેન્કર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. 

મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે. વિસનગર કમાણા રોડ પર આવેલ એક તળાવમાં  એક ટેન્કર ચાલક અમદાવાદની કોઈ ફેકટરીમાંથી ઝેરી કેમિકલ ભરી અહી ઠાલવતા  લોકોને  શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આખો બળવાની સમસ્યા ઉભી થતા લોકો રોડ પર આવી ગયા હતા.  જો કે લોકોના ટોળા આવતા જોઈ ટેન્કર ચાલક ટેન્કર મૂકી ભાગી ગયો હતો. ત્યારે સ્થાનિક લોકોએ  પોલીસ ને જાણ કરી હતી. 

વિસનગર પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ કરતા આ ઝેરી કેમિકલ હોવાનું સામે આવેલ જેના કારણે પોલીસ તરત એક્શન આવી  આ કેમિકલ ક્યાંથી આવ્યું અને આ ટેન્કર કોનું છે તે દિશામાં તપાસ શરુ કરી હતી.  જો કે જે ટેન્કર છે તેનો નંબર GJ 02 ZZ 3573 હોવાનું સામે આવ્યું છે જો કે આ કેમિકલ ખતરનાક છે તે ખુદ પોલીસ અધિકારી કહી રહ્યા છે.

વિસનગર પોલીસે ટેન્કરનો કબજો મેળવી તેના નંબર આધારે ટેન્કરના માલિક સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.  જો કે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કેમિકલ અમદાવાદની કોઈ ફેકટરીમાંથી ભરી અહી લાવામાં આવ્યું હતું. 

Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, પવન સાથે વરસાદથી ખેડૂતોની વધી ચિંતા

ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે. જિલ્લાના મુખ્ય મથક આહવા અને સાપુતારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ભર બપોરે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અગાઉ પડેલા કમોસમી વરસાદથી પહેલા જ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે, ત્યારે ફરી અચાનક કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી પાંચ દિવસમાં તાપમાન 2 – 3 ડિગ્રી જેટલું વધતાં ગરમીનો અનુભવ થશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી સપ્તાહથી ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. આગામી 12 થી 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સુધી નોંધાવવાની સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે માર્ચના અંતમાં સક્રિય બન્યું હતું તે હવે નબળું પડી ગયું છે. જેના કારણે ઘણા દિવસોથી યુક્તિઓ રમી રહેલા હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી 5 દિવસ સુધી હવામાન સામાન્ય રહેવાનું છે. જો કે, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના ભાગોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 7 એપ્રિલે મહારાષ્ટ્ર, વિદર્ભ, તેલંગાણા અને ઓડિશાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે ઓડિશા અને છત્તીસગઢમાં કરા પડવાની સંભાવના છે. આ સિવાય આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

ઉનાળાએ રંગ બતાવ્યો

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સ્વચ્છ હવામાનને કારણે ફરી એકવાર ઉનાળાએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં પારો 33.5 ડિગ્રીને સ્પર્શ્યો હતો, જેના કારણે લોકોએ બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. જો કે, તે સામાન્ય કરતાં ઓછું રહ્યું. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું.

શુક્રવારે રાજધાનીમાં વાદળો રહેશે પરંતુ આગામી બે દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. 9મી અને 11મી એપ્રિલે હળવા ઝરમર ઝરમર વરસાદ પડશે, જેના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget