'કોઇપણ માર્કશીટ માત્ર બે જ મિનીટમાં....'- બહુચરાજીમાં દુકાનમાંથી ઝડપાયું નકલી માર્કશીટનું મસમોટુ કૌભાંડ
મહેસાણા જિલ્લાના બહુચરાજીમાંથી પોલીસે નકલી માર્કશીટ બનાવવાનું કોભાંડ ઝડપી પાડ્યુ છે.
Bahucharaji: રાજ્યમાંથી ફરી એકવાર મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે. મહેસાણાના બહુચરાજીમાંથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે, શહેરમાં એક ઝેરોક્ષની દુકાનમાંથી કોઇપણ માર્કશીટ માત્ર બે જ મિનીટમાં બનાવી આપવામાં આવતી હતી, પોલીસે બાતમીના આધારે આ આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના બહુચરાજીમાંથી પોલીસે નકલી માર્કશીટ બનાવવાનું કોભાંડ ઝડપી પાડ્યુ છે. અહીં અંબિકા ઝેરોક્ષ નામની દુકાનમાંથી ધોરણ 10 અને ધોરણ 12, આઇટીઆઈની નકલી માર્કશીટ તૈયાર કરી આપવામાં આવતી હતી. રિપોર્ટ છે કે, બહુચરાજીની આ દુકાનમાંથી પ્રવાઇટ કંપની અને ઓટો મોબાઇલ કંપનીઓમાં નકલી માર્કશીટ બનાવીને કેટલાય લોકોને નોકરી પણ અપાવી હતી. આ દુકાનની મદદથી ઓછું ભણેલા વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવીને પ્રાઈવેટ નોકરીમાં લાગી પણ ગયા છે.
જ્યારે પોલીસને સમગ્ર મામલાની જાણકારી થઇ તો પોલીસે અંબિકા ઝેરોક્ષ પર શિકંજો કસ્યો અને દુકાનમાંથી ઝેરોક્ષ મશીન, કૉમ્પ્યુટર સહિતના 86400 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી લીધો હતો. પોલીસે આ સમગ્ર મામલામાં કુલદીપ પરમાર અને વિજય ઝાલા નામના બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ બૉગસ નકલી માર્કશીટ કૌભાડમાં ખુલાસો કર્યો તો જાણવા મળ્યુ કે, અંબિકા ઝેરોક્ષ નકલી માર્કશીટ બનાવી આપવાના કામના 5000થી માંડીને 25000 રૂપિયા સુધી ચાર્જ વસુલ કરતાં હતા. જોકે, કોને કેટલા દસ્તાવેજ બનાવી આપ્યા તે તેની તપાસ પોલીસ કરી રહી છે.
અંબિકા ઝેરોક્ષમાં દુકાનદાર અને આરોપીએ માત્ર બે જ મિનીટમાં કોઇપણ માર્કશીટની નકલી કૉપી બનાવી આપતા હતા, એટલું જ નહીં ડિપ્લોમા, એલસી, આઈટીઆઈ વગેરેની સર્ટિફિકેટ પણ બનાવી આપીને લેમિનેશન સુધીની કામગીરી કરી આપતા હતા. પોલીસના દરોડામાં દુકાનમાંથી માર્કશીટના કોરા ફર્મા અને એલસીના કોરા ફર્મા પણ મળી આવ્યા છે. અહીં જરૂરિયાત પ્રમાણે માત્ર આમાં નામ એડિટ કરીને માત્ર બે જ મિનીટમં કોઇપ માર્કશીટ, એલસી કે અન્ય કોઇપણ ડૉક્યૂમેન્ટ બનાવી આપી દેવાતું હતું. અંબિકા ઝેરોક્ષની મદદથી બહુચરાજીમાં હૉન્ડા કંપની અને મારુતિ કંપનીમાં આવા બોગસ દસ્તાવેજની મદદથી કેટલાય લોકો નોકરી પણ લાગી ગયા છે.