શોધખોળ કરો
Advertisement
બનાસ ડેરીની ચૂંટણીમાં ગંદા રાજકારણને કારણે કોણે કર્યો આપઘાતનો પ્રયાસ ? સુસાઈડ નોટમાં શું લખ્યું ?
બનાસ ડેરીના સત્તાધીશોના ત્રાસથી વડગામ તાલુકાના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. દૂધ મંડળીના મંત્રીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ગ્રામજનો અને કુટુંબીજનો સારવાર અર્થે પાલનપુર ખાનગી આઈસીયુમાં લાવ્યા હતા.
પાલનપુરઃ બનાસડેરીની ચૂંટણીમાં ગંદુ રાજકારણ સામે આવ્યું છે. વડગામ તાલુકાના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રી લવજીભાઈ ચૌધરીએ ઝેરી દવા પી અને મંડળીના મકાનમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો છે. મંત્રીની હાલત અત્યારે નાજુક છે અને પાલકનપુરની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે.
બનાસ ડેરીના સત્તાધીશોના ત્રાસથી વડગામ તાલુકાના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. દૂધ મંડળીના મંત્રીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ગ્રામજનો અને કુટુંબીજનો સારવાર અર્થે પાલનપુર ખાનગી આઈસીયુમાં લાવ્યા હતા. જોકે મંત્રીએ સમગ્ર બાબતોનું સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો છે. વડગામ તાલુકામાં જે પ્રકારે અત્યારે બનાસડેરીની ચૂંટણી ચાલી રહી છે અને વોટ મેળવવા માટે બનાસ ડેરીના સત્તાધીશોએ મંત્રી પાસે વોટ મેળવવા માટે દબાણ કરતા હતા. દૂધ મંડળીનો પગાર કાપી નાખવાની મંત્રીને ધમકીઓ મળતી ત્યારે મંડળીનું દાણ બંધ કરી દેવાની અને અન્ય બાબતોની ધમકીને મંત્રીએ આપઘાતનું પગલું ભરી લેતા નાજુક હાલતમાં પાલનપુર ના ખાનગીઆઇસીયુમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
બનાસડેરીની ચૂંટણીમાં વડગામ બેઠક પરથી દિનેશ ભટોળ ચૂંટણી લડી રહ્યા છે અને તેમને વોટ આપવા માટે બનાસ ડેરીના સત્તાધીશો મંત્રીને દબાણ કરતા હતા. આ દબાણના ત્રાસથી અને ધમકીઓના ત્રાસથી મંત્રીએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો અને મંડળીના મકાનમાં જ ઝેરી દવા ગટગટાવી હતી.
સુસાઇડ નોટમાં ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ સહિત બનાસડેરીના સુપરવાઇઝર અને અન્ય નામોનો પણ ઉલ્લેખ થાય ત્યારે બનાસડેરીમાં ગંદા રાજકારણના ખેલમાં એક નાની દૂધ મંડળીના મંત્રી અત્યારે ભોગ બન્યા છે અને તેઓની હાલત નાજુક છે.
વોટ મેળવવા માટે બનાસ ડેરીના સત્તાધીશો દ્વારા મંડળીના મંત્રીને ધમકી આપતા મંત્રીએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે અંતિમ પગલું ભરતા પહેલાં મંત્રીએ સુસાઇડ નોટ લખી હતી ને સુસાઇડ નોટમાં તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. બનાસકાંઠામાં અનેક મંડળીઓ અત્યારે બંધ છે અને અનેક મંડળીઓના સત્તાધીશો બનાસ ડેરી સામે રાવ પણ નાખી ચૂક્યા છે. જોકે વોટના રાજકારણમાં ગંદા રાજકારણમાં નાના મંત્રીઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવે ત્યારે બનાસકાંઠાના પશુપાલકો છે, તેમની સાથે પણ આ ચૂંટણીને લઈને અન્યાય થઇ રહ્યો છે તેવું લાગી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion