Tharad : પતિએ પત્ની સામે જ કેનાલમાં કૂદીને કરી લીધો આપઘાત, પત્નીએ કહ્યું, 'મેં પકડ્યા પણ...'
પરિણીતાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, ગઈ કાલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. નણંદને વાત કરતાં તેમણે પતિને ઘરે લઈને આવવા કહ્યું હતું. એટલે મેં કહ્યું હું આવું. બસ એટલું કહેતા તેઓ ડાયરેક્ટ અંદર પડ્યા.
થરાદઃ આજે થરાદની નર્મદામાં કેનાલમાં 29 વર્ષીય યુવતીએ 4 બાળકો સાથે ઝંપલાવ્યા પછી વધુ એક યુવકની આપઘાતની ઘટના સામે આવી છે. યુવકે પત્નીની નજર સામે જ કેનાલમાં કૂદીને આપઘાત કરી લેતાં પત્ની-બાળકે રોકકડ કરી મૂકી હતી. જેને કારણે વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.
પરિણીતાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, ગઈ કાલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે તેની નણંદને વાત કરતાં તેમણે પતિને ઘરે લઈને આવવા કહ્યું હતું. એટલે મેં કહ્યું હું આવું. બસ એટલું કહેતા તેઓ ડાયરેક્ટ અંદર પડ્યા. મેં પકડ્યા પણ મારાથી પકડ્યા ન રહ્યા. આમ, પતિએ પત્નીનો હાથ છોડાવીને કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
Banaskantha: 29 વર્ષીય યુવતીએ 4 બાળકો સાથે કેનાલમાં લાગવી મોતની છલાંગ, 3નાં મોતથી અરેરાટી
બનાસકાંઠાઃ થરાદની નર્મદાકેનાલમાં આપઘાતનો સિલસિલો યથાવત છે. 29 વર્ષીય યુવતીએ ચાર બાળકો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. પાંચ લોકોમાંથી બે બાળકોને જીવિત બહાર કાઢ્યા છે, જ્યારે યુવતી સાથે બે બાળકોના મોત નીપજ્યા છે.
જોકે, કેનાલમાં કૂદીને આપઘાત કરવાનું કારણ અકબંધ બંધ છે. સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીએ જોખમ વ્હોરીને કેનાલમાં ડૂબકી લગાવી બે દીકરીને બચાવી લીધી હતી. આપઘાત કરનાર યુવતી વાવ તાલુકાના ચોથર નેસડાની છે તેમજ મૃતક યુવતીનું નામ દીવાળીબેન ખોડાભાઈ પરમાર છે. થરાદ ફાઇટરની ટિમ ઘટના સ્થળે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
Rajkot : 'હવે જાવા દે ને, તમારો એક મત નથી મળ્યો' ભાજપના મહિલા કોર્પોરેટરની ઓડિયો ક્લિપ વાયરલ
રાજકોટઃ ભાજપના મહિલા કોર્પોરેટરની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. વોર્ડ નંબર 14ના મહિલા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વોર્ડના સ્થાનિકો સાથે ભાજપના કોર્પોરેટરે ગેરવર્તન કર્યું હતું. ક્લિપમાં સંભળાય છે કે, તમારા વિસ્તારમાંથી એક મત નથી મળ્યો. કોર્પોરેટરને ફોન કરવા સ્થાનિકોને ધમકી આપી હતી.
જે વિસ્તારમાંથી મત ન મળ્યા ત્યાંના લોકોએ ફોન ન કરવા કોર્પોરેટરે ધમકી આપી હતી. જોકે, આ ઓડિયો ક્લિપ મુદ્દે વર્ષોબેન રાણપરાએ મીડિયા સાથે વાત કરતા કરતા ગળગળા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, હું તમારી અને પ્રજા બન્નેની માફી માગું છું. મારી ભૂલ થઈ ગઈ છે. મને ઉશ્કેરવામાં આવી હતી.
ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે કે, એક મહિલાએ વર્ષાબેનને ફોન કર્યો હતો. પહેલીવાર ફોન કરતાં ફોન કપાઇ ગયો હતો. આથી મહિલાએ બીજી વાર ફોન કરી કહ્યું હતું કે, ફોન કેમ કાપી નાંખો છો. તો વર્ષાબેન કહી રહ્યા છે કે, ફોન કાપી નથી નાંખ્યો, ઉપાડ્યો એમ કોને. આ પછી મહિલા ડામર રોડ ન થતો હોવાથી બાળકોમાં રોગચાળો ફેલાતો હોવાની ફરિયાદ કરી હતી. તો સામે વર્ષાબેને તેમને ફોન નહીં કરવા જણાવ્યું હતું અને તેમના જ વિસ્તારમાં રહેતા કોર્પોરેટરને ફોન કરવા જણાવી, પોતાને ફોન ન કરવા કહ્યું હતું.
આથી મહિલા કહે છે કે, મત માંગવા તો આવો છો. તો વર્ષાબેને તેમનો મતવિસ્તાર પૂછ્યો હતો. જે જણાવતાં તેમણે જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાંથી એક પણ મત મળ્યો નથી. જોકે, હવે આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો છે.