Banaskantha : સ્પામાં યુવક-યુવતી માણી રહ્યા હતા શરીરસુખ ને અચાનક પડી પોલીસની રેડ...
આબુ રોડ ઉપર આવેલ ધી નેચર ફેમિલી સ્પામાં છોકરીઓને લાવીને દેહવ્યાપાર કરાવાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
![Banaskantha : સ્પામાં યુવક-યુવતી માણી રહ્યા હતા શરીરસુખ ને અચાનક પડી પોલીસની રેડ... Banaskantha : police boosted proustite racket from Palanpur, four arrested with two girls Banaskantha : સ્પામાં યુવક-યુવતી માણી રહ્યા હતા શરીરસુખ ને અચાનક પડી પોલીસની રેડ...](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/04103006/Prostitute-05.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસે સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. આબુ રોડ ઉપર આવેલ ધી નેચર ફેમિલી સ્પામાં છોકરીઓને લાવીને દેહવ્યાપાર કરાવાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
આ દરોડા દરમિયાન સ્પામાંથી બે યુવતીઓ સહિત ચાર લોકો ઝડપાયા હતા. લાંબા સમયથી સ્પાની આડમાં કુંટણખાનું ચાલતું હોવાનો ધડાકો થયો છે. પાલનપુર પૂર્વ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Kutch : યુવતીએ સોશિયલ મીડિયા દ્વારા યુવક સાથે પરિચય કેળવીને બાંધ્યા સંબંધ, પછી પોતાને કેન્સર હોવાનું કહ્યું ને.......
ગાંધીધામઃ કચ્છમાં યુવતીએ યુવકને પ્રેમજાળમાં ફસાવી લગ્નની વાતો કરી 92 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ઉચાપતની ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રતિક ભાવનાનીએ ફરિયાદ કરી છે કે, આરોપી તૃપ્તિ અનીલ રાય, મધુ અનીલ રાય, પંકજ અગ્રવાલે મુખ્ય આરોપીનો સાથ આપીને સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્નની વાતો કરી હતી. તેમજ યુવતીને કેન્સર હોવાનું જણાવીને તેની સારવાર માટે જરુરિયાત હોવાનું કહ્યું હતું. તેમજ યુવકને ઈમોશનલ બ્લેકમેઈલ કરીને 92,38,036 જેટલી રકમ પડાવીને વિશ્વાસઘાત કર્યો હતો.
યુવકે પ્રેમિકા તૃપ્તિને ફોન કરીને રૂપિયા પરત માંગ્યા હતા. આ સમયે તૃપ્તિએ જણાવ્યું હતું કે, તેના પિતા તેને રૂપિયા પરત નહીં આપે તો તેમને જાનથી મારી નાંખશે. બીજી તરફ યુવકે તૃપ્તિના પિતાનું ફેસબૂક એકાઉન્ટ ચેક કરતાં તેમના જન્મ દિવસની પોસ્ટ હતી. આ પોસ્ટ જોઇને યુવકને શંકા ઉપજી હતી. આથી આ અંગે તૃપ્તિ સાથે વાત કરતાં તેણે વાત કરવાનું ટાળ્યું હતું. તેમજ રૂપિયા પણ પરત આપ્યા નહોતો. આ પછી તો ફરિયાદને તેમના તરફથી ધમકી પણ મળવા લાગી હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું છે.
આરોપીએ ફરિયાદને ફોન પણ ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ‘ઐસા ન હો, કી તેરે ચક્કર મેં મેરે ગુસ્સે કા શીકાર તેના પરીવાર ભી બન જાયેં,, ઓર રાતો રાત ઉઠ જાયે’. ફરિયાદમાં જણાવાયું છે કે, તેને યુવતીએ પ્રેમાળ વાતો કરીને ફસાવ્યો હતો અને ઇમોશનલ બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હતા. તેમજ આરોપીએ જયપુરનું આપેલું સરનામું પણ ખોટું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)