Gujarat : કચ્છ પછી બનાસકાંઠામાં ભાજપની નમો પંચાયતનો વિરોધ, કાર્યક્રમમાં ઉછળી ખુરશીઓ, જાણો કોણે કર્યો વિરોધ?
દિયોદર ભાજપની નમો પંચાયતના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હતી. આઝાદ ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગૌભક્તોએ મચાવ્યો હોબાળો. ગૌપ્રેમીઓ અને ખેડૂતો નમો પંચાયતમાં પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા.
બનાસકાંઠાઃ દિયોદર ભાજપની નમો પંચાયતના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હતી. આઝાદ ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગૌભક્તોએ મચાવ્યો હોબાળો. ગૌપ્રેમીઓ અને ખેડૂતો નમો પંચાયતમાં પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકાર દ્વારા 500 કરોડની સહાય ના ચૂકવતા ગૌપ્રેમીઓ વિફર્યા. પોલીસ બનાવ સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો.
ખેડૂતોએ પણ પોતાની માંગણીઓને લઈ મચાવ્યો હોબાળો. ભાજપના નમો પંચાયત કાર્યક્રમમાં કરાયો હાલ પૂરતો સ્થગિત કરાયો. નોંધનીય છે કે, બે દિવસ પહેલા કચ્છમાં પણ નમો પંચાયતનો વિરોધ કર્યો હતો. કચ્છમાં કિસાન સંઘ દ્વારા નમો પંચાયતનો વિરોધ કરવામાં આવ્યો હતો.
Kutch: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ એકશન મોડમાં આવી રહ્યું છે. પીએમ મોદી, અમિત શાહે રાજ્યની મુલાકાતો વધારી છે. ગુજરાત ભાજપે પણ કાર્યકરોને ચૂંટણી કામમાં લગાડી દીધા છે. આ દરમિયાન કચ્છનાં માંડવી તાલુકાના લાયાજા ગામે ભાજપાની નામ પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેના કારણે ભાજપના નેતાઓએ સ્થળ છોડીને જતાં રહેવું પડ્યું હતું.
કાર્યક્રમમાં હાજર રહેલા ખેડૂતોએ કહ્યું કે, વિરોધ જ્યાં સુધી ગાંધીનગર બેઠલા ખેડૂતોને સાંભળવામાં નહિ આવે ત્યાં સુધી ગુજરાતનાં દરેક ગામમાં આજ પ્રકારે ભાજપાનાં તાયફાનોબહિષ્કાર કરવામાં આવશે.
વીડિયોમાં કેટલાક લોકો એ હાલો ભાગો ભાગો... કહેતા સાંભળવા મળી રહ્યા છે. આ દરમિયાન સ્ટેજ પર હોબાળો કરતાં લોકોને શાંત રહેવા અપીલ પણ કરવામાં આવે છે તેમ છતાં કોઈ ફેર પડતો નથી. આ ઉપરાંત ખેડૂતો હોય તે જાય અને બાકીના લોકો બેસે તેમ પણ સાંભળવા મળે છે. 27 દિવસથી જે લોકો ઉપવાસ પર બેઠા છે તેને મળો એમ એક વ્યક્તિ કહે છે. જે બાદ તેમને ચાર વખત ભારતીય જનતા પાર્ટીની સરકારે મળવાની કોશિશ કરી હોવાનું કહેતા તે કોઈ મળવા નથી મળ્યા તેમ કહે છે. ભાજપના નેતા ભઈ વીડિયો શું કામ ઉતાર્યો તેમ કહેતા ત્યાં હાજર રહેલા લોકો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
Gandhinagar : કોંગ્રેસના બે ધારાસભ્યોએ ગૃહમાંથી ન કર્યું વોકઆઉટ, ભાજપના ધારાસભ્યોએ રમૂજમાં કહ્યું, ભાજપ તરફ આવી જાવ
ગાંધીનગરઃ ગૃહમાં ફરી હોબાળો અને સુત્રોચ્ચાર થયો હતો. લંપી વાયરસ મુદ્દે પુંજા વંશને પ્રશ્ન ન પૂછવા દેતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પોતાની બેઠક પરથી ઉભા થયા. ઉભા થઇને સુત્રોચ્ચાર ચાલુ કર્યા હતા. કોંગ્રેસ તરફથી લંપી વાયરસથી ગાય બચાવોના નારાઓ અને સુત્રોચ્ચાર ગૃહમાં થયા હતા.
આ પછી કોંગ્રેસ પક્ષે વોક આઉટ કર્યું હતું. લંપી વાયરસ મુદ્દે ગૃહમાં ચર્ચા ન કરવા દેતા પહેલા વિરોધ સુત્રોચ્ચાર અને ત્યારબાદ કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રતાપ દુઘાતે વોકઆઉટ ન કર્યું અને ગૃહમાં બેઠા છે. ભાજપના ધારાસભ્યોએ રમૂજમા કહ્યું ભાજપ તરફ આવી જાવ.