શોધખોળ કરો
Advertisement
ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રીને થયો કોરોના, જાણો વિગત
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલનો કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે અને સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
મહેસાણાઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી કોરોનાના એક્ટિવ કેસો અને દૈનિક કેસો ઘટી રહ્યા છે. જોકે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ભાજપના વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તેમણે જાતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલનો કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે અને સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. રજની પટેલ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરોન્ટાઇન થયા છે.
તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, નમસ્તે, હું ચાર દિવસ પહેલા કોવિડ-19થી સંક્રમિત થયો છું. મારી સારવાર ચાલું છે અને હોમ ક્વોરેન્ટીન થયો છું. ઇશ્વર કૃપાથી મારી તબિયત સારી છે. આ સમય દરમિયાન મારા સંપર્કમાં આવેલા સ્નેહીશ્રીઓને પણ જરૂરી તકેદારી રાખવા અનુરોધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion