શોધખોળ કરો

સાયન્સનાં વિદ્યાર્થીની આશાબેન પટેલે ક્યા વિષયમાં કર્યું હતું Ph.D. ? પ્રોફેસર તરીકે આપી હતી સેવા.......

આશાબેન પટેલની શુક્રવારે રાત્રે  તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. 

અમદાવાદઃ  ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયું છે. આશાબેન પટેલની શુક્રવારે રાત્રે  તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. 

આશાબેન પટેલ ગુજરાતના ઉચ્ચ શિક્ષિત ધારાસભ્યોમાં એક હતાં. આશા બેન  પટેલ સાયન્સનાં વિદ્યાર્થિની હતાં અને કેમિસ્ટ્રી વિષયમાં એમ.એસસી., એમ.એડ કર્યા પછી તેમણે  કેમિસ્ટ્રી વિષયમાં પી.એચ.ડી કર્યું હતું. આશાબેન પટેલે કોલેજમાં પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે જોડાયા પછી આશાબેન રાજકારણમાં આવ્યાં હતાં. ભાજપના ગઢ મનાતા ઉંઝામાં દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને આશાબેન પટેલ ધારાસભ્ય બન્યાં હતાં. તાજેતરમાં દિલ્લીના પ્રવાસેથી પાછા ફર્યા બાદ ડેંગ્યુને લીધે અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં. આશાબેન પટેલ લીવર ડેમેજને લીધે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા.

આશાબેનની ધારાસભ્ય તરીકે પહેલી જ ટર્મ હતી. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉભરેલાં આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.

પ્રથમવાર 2017માં કોંગ્રેસના બેનર પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે પક્ષપલટો કર્યો હતો અને 8 ફેબ્રુઆરી 2019ના રોજ ભાજપમાં જોડાયા હતા. એ વખતે તેમણે ધારસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં યોજાયેલી ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આશાબેન પટેલ ફરીથી ઊંઝા સીટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં.

કમનસીબે આશાબેન પોતાની પહેલી ટર્મનાં પાંચ વર્ષ પૂરી કરી શક્યાં નથી અને નિધન થયું છે. આશાબેનની વય માત્ર 44 વર્ષની હતી. 6 જાન્યુઆરી, 1977ના રોજ ઉંઝાના વિસોલ ગામે જન્મેલાં આશાબેને બહુ નાની વયે વિદાય લઈ લીધી છે. 

 

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી સપ્તાહમાં આટલા દિવસ દોડશે

 

રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ

India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ? જાણો લેટેસ્ટ આંકડો

US Tornadoes: અમેરિકમાં ચક્રવાતી તોફાને મચાવ્યો કેર, 100થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ, અનેક ઇમારશ ધરાશાયી, જાણો કેવી છે, સ્થિતિ

ટોપ સ્ટોરી

દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો

વિડિઓઝ

Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Embed widget