શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનમાં ટ્રક-કાર વચ્ચે અકસ્માત, હિંમતનગરના 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત
રાજસ્થાનમાં હિંમતગરના યુવકોને નડ્યો અકસ્માત, ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ યુવકોના ઘટસ્થળે જ મોત.
હિંમતનગરઃ રાજસ્થાનના કેસરિયાજી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં હિંમતનગ ના ત્રણ યુવકોના મોત થયા છે. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી છે. ગઈ કાલે સાંજે હિંમતનગરથી ઉદેપુર એડમિશનના કામ અર્થે ચાર યુવાનો મારુતિ સુઝીકી સ્વીફ્ટ કાર નંબર જીજે-09- બીએફ 9115 લઈને નીકળ્યા હતા. આ કામ પતાવી ઉદેપુરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે રાત્રીના સમયે કાર ટ્રક નંબર એચઆર-07, સી-4779 પાછળ ઘુસી જતા ઘટના સ્થળે જ ત્રણ યુવાનના મોત નીપજ્યા હતા.
રાજસ્થાનના ટીડી પોલીસ સ્ટેશનની હદમાં આ અકસ્માત સર્જાયો હતો. ટીડી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને 108માં નજીકના સરકારી દવાખાને ખસેડાયો હતો. ક્રેન વડે ટ્રકમાંથી કાર બહાર કાઢી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહને પોલીસ કાર્યવાહી બાદ રાજસ્થાનથી હિંમતનગર લવાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement