શોધખોળ કરો
ઉત્તર ગુજરાતના આ જિલ્લાની ચિંતામાં સતત વધારોઃ બે દિવસમાં કોરોનાના 14 કેસ નોંધાયા, જાણો વિગત
અરવલ્લી જિલ્લામાં કોરોનાના કુલ કેસો પોણી બસોએ પહોંચી ગયા છે. તેમજ છેલ્લા બે દિવસમાં કોરોનાના 14 કેસ નોંધાયા છે.

પ્રતિકાત્મક તસવીર
મોડાસાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાના કુલ કેસો પોણી બસોએ પહોંચી ગયા છે. તેમજ છેલ્લા બે દિવસમાં કોરોનાના 14 કેસ નોંધાયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ચિંતા પણ વધી રહી છે. જિલ્લામાં કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા છે, જેમાંથી ચાર કેસ તો મોડાસાના છે.
આજે મોડાસાના ચૌહાણ વાળા , કસ્બા મસ્જિદ, સમસ સોસાયટી અને પ્રેમનગર સોસાયટીમાં કોરોનાના કેસ નોંધાયા છે. પાંચમો કેસ પહાડપુરમાં ૪૬ વર્ષના પુરુષનો છે. અરવલ્લી જિલ્લામાં ગઈ કાલે પણ એક જ દિવસમાં કોરોનાના 9 કેસો નોંધાયા હતા. જેમાંથી 4 કેસ મોડાસાના હતા. આમ, અરવલ્લીમાં કુલ ૧૭૬ કોરોના કેસ નોંધાયા છે. તેમજ જિલ્લમાં ૧૪ દર્દીઓના મરણ થયા છે, જ્યારે ૧૨૪ દર્દીઓ સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
