શોધખોળ કરો
મહેસાણાઃ કડીમાં ડોક્ટરની પત્નીનું શંકાસ્પદ મોત, પરિવાર દ્વારા કેમ વ્યક્ત કરવામાં આવી હત્યાની આશંકા?
ઘરમાં કબાટ અસ્તવ્યસ્ત જણાતા હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહેસાણા ડીવાયએસપી સહિત પોલીસે તપાસ હાથ ધરી છે. રૂપિયા 6 લાખ કબાટમાંથી ગાયબ હોવાની વિગત સામે આવી રહી છે.

મહેસાણાઃ કડીમાં સરદાર નગર સોસાયટીમાં તબીબની પત્નિનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. ડોક્ટર જયંતિભાઈ પટેલના પત્ની ચંપાબેન પટેલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. ઘરમાં લૂંટ કરી હત્યા કરી હોવાની આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે પેનલ ડોક્ટરની મદદથી પીએમનો નિર્ણય કર્યો છે. ઘરમાં કબાટ અસ્તવ્યસ્ત જણાતા હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહેસાણા ડીવાયએસપી સહિત પોલીસે તપાસ હાથ ધરી છે. રૂપિયા 6 લાખ કબાટમાંથી ગાયબ હોવાની વિગત સામે આવી રહી છે. જોકે, પોલીસ તપાસ પછી સત્ય હકિકત બહાર આવશે.
વધુ વાંચો




















