શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ઊંઝામાંથી અખાદ્ય કલર યુક્ત ભેળસેળવાળી 12 લાખથી વધુની કિંમતની વરીયાળી જપ્ત

ઊંઝામાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા એક પેઢીમાંથી 12 લાખની ભેળસેળ યુક્ત અખાદ્ય વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

મહેસાણા:  ઊંઝામાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા એક પેઢીમાંથી 12 લાખની ભેળસેળ યુક્ત અખાદ્ય વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  જેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ બાકીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.  સમગ્ર કાર્યવાહીમાં કુલ બે નમુના લેવામાં આવેલ છે અને અખાદ્ય લીલો કલર સહિત વરીયાળીનો આશરે 12 ટન જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂપિયા 12 લાખ થી વધુ થાય છે, તે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
 
પેઢીના ભાડા કરાર મુજબ છેલ્લા 5 દિવસથી જ કાર્યરત કરવામાં આવેલ હતી અને સ્થળ ઉપર કોઈ પણ પ્રકારના ખરીદ કે વેચાણ બિલ મળેલ નથી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડો. એચ. જી કોશિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 

કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે વખતો વખત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.

તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી પેઢીની માહિતી મળતા તે પેઢીની બે દિવસ સુધી રેકી કરેલ અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
 
જે દરમિયાન ઊંઝા તાલુકામાં આવેલ “મે. શ્રી વિષ્ણુ ટ્રેડર્સ, મ્યુ સે. ન-૧/૧૦/૪૩, એસ. એલોન ની પાછળ, હાઈ વે રોડ, તા. ઊંઝા, જિ. મહેસાણા“ ખાતે તપાસ દરમિયાન પેઢીમાં હાજર વ્યક્તિ રાજપૂત નારણસિંહ  પહાડજી દ્વારા તેઓ પોતે પેઢીના જાતે માલિક હોવાનું જણાવતાં, તેઓની હાજરીમાં ઝીણવટ ભરી તપાસ કરતાં પેઢીમાં જોવા મળેલ અખાદ્ય લીલો કલર અને વરિયાળીના આધારે વરીયાળીનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતાં ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ ૨ (બે) નમુના, ૧) વરિયાળી (લુઝ) અને ૨) અખાદ્ય લીલો કલર (લુઝ) પૃથક્કરણ સારૂં વેચાણ લેવામાં આવેલ. વધુમાં, બાકી રહેલ આશરે 12 ટન જથ્થો કે જેની કિંમત રૂ. 12 લાખ થી વધુ થવા જાય છે  તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. 

આ તમામ ઉપરોક્ત નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ નમુનાના પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ

ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : 10 હજારથી વધુ લીડથી કોંગ્રેસ વટથી જીતશે | ઠાકરશી રબારીનો દાવોMaharashtra & Jharkhand Assembly Election Results 2024 : બપોરે 12 વાગ્યા સુધીના ચૂંટણી પરિણામVav By Election Result 2024 : વાવમાં 11 વાગ્યા સુધીમાં ગુલાબસિંહ કેટલા મતોથી આગળ?Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?

Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો

‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર

Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ

Embed widget