પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કગથરાનો ઊંઝામાં રોડ શો, મોટી સંખ્યામાં જોડાયા લોકો
કોગ્રેસના ગુજરાત કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાનો ઊંઝામાં ભવ્ય રોડ શો યોજાયો હતો. મહેસાણા પહોંચેલા કગથરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણામાં સ્વાગત પછી તેઓ ઉંઝા પહોંચ્યા હતા.
મહેસાણાઃ કોગ્રેસના ગુજરાત કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાનો ઊંઝામાં ભવ્ય રોડ શો યોજાયો હતો. મહેસાણા પહોંચેલા કગથરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણામાં સ્વાગત પછી તેઓ ઉંઝા પહોંચ્યા હતા. ઉંઝા શહેરમાં લલિત કગથરાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્વાગત બાદ રોડ શો યોજાયો હતો. ઉંઝા હાઇવેથી ઉમિયા માતાના મંદીર સુધી રોડ શો યોજાયો હતો.
રોડ શોમાં મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લલિત કગથરા ખુલ્લી જીપમાં બેસી રોડ શોમાં જોડાયા હતા. લલિત કગથરાની સાથે ઉત્તર ગુજરાતના કોગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા.
Edible Oil Pirce Hike : સાતમ-આઠમના તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો, જાણો કેટલો ઝીંકાયો વધારો?
રાજકોટઃ સાતમ આઠમના તહેવારો પહેલા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનું ખૂબ જ મહત્વ છે. લોકો ખાસ કરીને સાતમ આઠમના તહેવાર પહેલા અલગ અલગ ફરસાણ બનાવે છે. પરંતુ સતત ખાદ્યતેલોના ભાવને લઈને ગૃહિણીઓની મુશ્કેલીઓ વધી. છેલ્લા આઠ દિવસથી સતત પામેલ કપાસીયા તેલ અને સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
તેલના ડબે 50થી લઈ અને 70 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલના ભાવ 15 થી 20 રૂપિયાનો વધારો. સીંગતેલનો ડબો 2750 થી 2800 થયા. પામતેલના ભાવ માં આઠ દિવસમાં 130 રૂપિયાનક વધારો. પામતેલનો ડબો 2030 થી 2100 થયો. પામતેલના માલનો સોર્ટજ, માગમાં વધારો. મલેશિયામાં પણ તેલમાં ભાવ વધારો થયો.
આપણા દેશમાં સૌથી વધુ મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત થાય છે, તો કપાસિયા તેલમાં 8 દિવસમાં ડબે 20 રૂપિયાનો ડબે વધારો થયો છે.
વડોદરાઃ યુવકે પ્રેમિકાને મેળવવા એવું કર્યું કાવતરું કે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સંપૂર્ણ વિગત
વડોદરાઃ છાણીના યુવકે પ્રેમપ્રકરણમાં એવું કાર્ય કર્યું કે, પોલીસને જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવકે પ્રેમિકાને પામવા માટે પોતાની જ માતા સાથે મળીને પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. જોકે, પોલીસે છ કલાકની તપાસ પછી યુવકને શોધી કાઢતા સમગ્ર વાત સામે આવી હતી. પોલીસને અપહરણનું નાટક કરી દોડાદોડી કરાવનાર માતા-પુત્રની અટકાયત કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, છાણી જકાતનાકા પાસે રહેતા કરણ રઘાભાઈ રસડિયા (ઉં.વ.19) પોતાની માતા સાથે રહે છે. આ યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. તેમજ એક મહિના પહેલા બંને ઘરેથી ભાગી પણ ગયા હતા. જોકે, યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા. જોકે, યુવકે પ્રેમિકાને પરત મેળવવા માટે કાવતરું રચ્યું હતું.
આ કાવતરા પ્રમાણે, યુવકની માતા રાતે ફતેગંજ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને પ્રેમિકાના પરિવારે તેમના પુત્રનું અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે એક ટીમ યુવકની પ્રમિકાના ઘરે મોકલી હતી. જોકે, યુવતીનો આખો પરિવાર ઘરે મળી આવ્યો હતો તેમજ તેમણે અપહરણ ન કર્યાનું કહ્યું હતું. દરમિયાન યુવક ફોન કર્યા પછી જગ્યા છોડી દેતો હોવાથી પોલીસની મુશ્કેલી વદી હતી. જોકે, રાતે દોઢ વાગ્યે કરણે પોલીસને ફોન પર જણાવ્યું હતું કે, ચાર લોકો તેને બાંધીને જતા રહ્યા છે. યુવકના લોકેશન પર પોલીસ પહોંચતા તે ત્યાં ખુલ્લામાં ફરતો મળી આવ્યો હતો.
આ પછી પોલીસે માતા-પુત્રની પુછપરછ કરતાં તેમણે અપહરણનું નાટક કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમનો પ્લાન એવો હતો કે, પોલીસ યુવતીના પરિવારની ધરપકડ કરી લેશે અને બીજી તરફ યુવક યુવતીને લઈને ફરાર થઈ જશે. જોકે, તેનું કાવતરું સફળ થયું નહોતું. પોલીસે ખોટી ફરિયાદ કરતા બંનેની અટક કરી હતી.