હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, શિયાળામાં ચોમાસા જેવો માહોલ
મહેસાણા જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયું વાતાવરણ થતા ફરી એકવાર ખેડૂતની ચિંતા વધી છે.
મહેસાણાઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયું વાતાવરણ થતા ફરી એકવાર ખેડૂતની ચિંતા વધી છે. કમોસમી વરસાદ આવે તો રવિ પાકને વ્યાપક નુકશાન થઇ શકે છે. વાદળછાયુ વાતવરણ પણ જીરા રાયડા ઘઉં જેવા પાકમાં રોગ લાવી શકે છે.
બનાસકાંઠા જીલ્લાના વાતાવરણ ફરી પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયું, શિયાળામાં ચોમાસા જેવો માહોલ છે. અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુરમાં વારંવાર વાતાવરણમાં થતાં બદલાવને લઈ ખેડૂતો પરેશાન છે.
પાટણ જિલ્લામાં 21-22 જાન્યુઆરીએ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગહી. પાટણ જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા ઉભા પાકમાં તકેદારી રાખવા માટે ખેડૂતોને તાકીદ કરી છે. રાયડો અને જીરાના પાકને ખાસ કાળજી રાખવા ખેતીવાડી વિભાગની ખેડૂતોને તાકીદ કરી છે. વાદળછાયા વાતાવરણના કારણે રાયડાના પાકમાં મચ્છરનો ઉપદ્રવ તેમજ જીરાના પાકમાં ચરમી નામના રોગની શકયતા છે. જિલ્લામાં 1,98,134 હેક્ટરમાં રાયડો, ચણા, જીરૂ, ઘઉં, સવા અને શાકભાજી સહિતનુ હાલમાં વાવેતર છે.
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ત્રણ દિવસ કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગે 22 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી કરી છે.
માછીમારોને દરિયો નહીં ખેડવા હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ-દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે. આગામી 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત 20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે..જ્યારે 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના અનુસાર કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ફરી ગગડશે. લઘુત્તમ તાપમાન 3 થી 5 સુધી ડિગ્રી ઘટી જશે. તો આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.