શોધખોળ કરો

ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ પક્ષ પણ બદલી રહ્યા છે તો દિલ્હી નેતાઓના પ્રવાસો પણ શરૂ થઈ ગયા છે. હવે આ કડીમાં ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે.

મહેસાણા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ પક્ષ પણ બદલી રહ્યા છે તો દિલ્હી નેતાઓના પ્રવાસો પણ શરૂ થઈ ગયા છે. હવે આ કડીમાં કટોસણ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે. ઠાકોર સાહેબ ધર્મપાલસિંહ ઝાલા આગામી 15 મેના રોજ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, કટોસણ ઠાકોર સાહેબનો ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો છે.

નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું
જામનગર: છેલ્લા થોડા દિવસથી હાર્દિક પટેલ અને નરેશ પટેલને લઈને રાજકારણ ગરમાયું છે. નરશે પટેલ તાજેતરમાં જ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા અટકળો વહેતી થઈ હતી કે શું તેઓ ભાજપમાં જોડાશે? તો હવે કોંગ્રેસના સ્ટેટ નેતૃત્વથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. હકિકતમાં જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં ગતરાત્રીએ ડાયરો યોજાયો હતો જેમા અનેક નેતાઓ જોવા મળ્યા હતા. જેમા હાર્દિક પટેલ , જીતુ વાઘાણી, રમેશ ધડુક, કાંધલ જાડેજા, જયેશ રાદડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન હાર્દિક પટેલે તમામ નેતાઓ સાથે હાથ મીલાવ્યા હતા. તેથી એવી પણ અટકળો લગવવામાં આવી રહી છે કે શું હવે હાર્દિક હાથનો સાથ છોડશે?

18 મુખ્યમંત્રીઓના ઇતિહાસમાં પહેલી વાર બની ઘટના
Chhota Udepur : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. આજે 5 મેએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે છોટાઉદેપુર ખાતેથી પાણી પુરવઠા વિભાગ તેમજ અન્ય વિભાગોના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા. મુખ્યપ્રધાન છોટા ઉદેપુરમાં હતા એ દરમિયાન  મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અચાનક જ વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોંચી સૌને ચોંકાવી દીધા. 

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના જામલી ગામે  વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોચ્યાં હતા અને સુખરામ રાઠવાના દિવંગત પિતાના બેસણામાં હાજરી આપી પરિવારજનોને સાંત્વના આપી હતી. મુખ્યપ્રધાનની આ મુલાકાતને કોંગ્રેસ ધારાસભ્ય સુખરામ રાઠવા અને કોંગ્રેસ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ બિરદાવી હતી. આ પ્રસંગે સુખરામ રાઠવાએ કહ્યું કે 18 મુખ્યપ્રધાનોમાંથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પહેલા એવા મુખ્યપ્રધાન છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યાં હોય. સુખરામ રાઠવાએ કહ્યું કે પિતાના બેસણામાં હાજર રહી મુખ્યપ્રધાને પરિવારજનોને સાંત્વના આપી એનો આનંદ થયો છે. 

વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના પિતા હરીયાભાઈ નમલાભાઈ રાઠવાનું તા.1-5-2022 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેમનું બેસણું આજે તેમના વતન જામલીમાં રાખવામાં આવ્યું હતું, જયારે આવતીકાલે 6 મેં ના રોજ ગાંધીનગરમાં નેતા વિપક્ષના નિવાસસ્થાન બંગલા નંબર 7, મંત્રીઓના બંગલાના વિસ્તારમાં રાખવામાં આવ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
Embed widget