Mehsana: ઘરમાં ઘૂસી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, અપહરણ કરી નેપાળ લઇ ગયો અને ગેસ્ટહાઉસમાં.....
મહેસાણાના વિસનગરમાં પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી
મહેસાણાના વિસનગરમાં પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, વિસનગર શહેરમાં એક પરિણીતા પર દુષ્કર્મ થયાની ઘટના બની હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ એક મહિના અગાઉ ઘરમાં ઘૂસી બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ એક મહિના અગાઉ પરિણીતાનું અપહરણ કર્યું હતું અને તેને નેપાળ ભગાડીને લઇ ગયો હતો. ત્યાં ગેસ્ટ હાઉસમાં પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાદમાં આરોપી મકાન ભાડે રાખી પરિણીતા સાથે રહેવા લાગ્યો હતો અને તેના પર વારંવાર મરજીથી વિરુદ્ધ શારીરિક શોષણ કરતો હતો. આ મામલે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં હસનઅલી મોમીન અને સીરાઝ મોમીન સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
મહેસાણામાં જેની સાથે સગાઈ કરી તેણે જ ગુજાર્યો બળાત્કાર
સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં યુવતી પર રેપ કરી કેનાલ નજીક ફેંકી દેવામાં આવી હતી. જો કે, રેપ કરનાર વ્યક્તિ કોઈ બીજો નહીં પરંતુ યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તે જ યુવક હતો. 8 મહિના પૂર્વે સગાઈ કરેલ યુવકે જ યુવતી પર રેપ કરતા ચકચાર મચી ગઈ છે. કડી નજીકના યુવકની વિરમગામની યુવતી સાથે સગાઈ થઈ હતી. ગત રાત્રે કડીથી યુવક વિરમગામ જઈ યુવતીને કડી લાવ્યો હતો. યુવતી સાથે રેપ કરી દેત્રોજ રોડ પર ફેકીને ચાલ્યો ગયો હતો. યુવક આટલેથી અટક્યો હતો. તે નિર્દયતાની હદ પાર કરી હતી. યુવતીને નિર્વસ્ત્ર કરી તેના વાળ કાપી કણસતી હાલતમાં ફેકી દીધી. યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા સ્કોર્પિયો જીપમાં આખી રાત ગોંધી રાખી હતી. યુવતીને હાલમાં હોસ્પિટલે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસે આર્યન ચાવડા નામના યુવકની ધરપકડ કરી છે.
સામાન્ય ઝઘડામાં પતિએ પત્નીના ગળા પર ઝીંક્યા છરીના ઘા
ભાવનગરના સિહોર તાલુકામાં 24 કલાક પહેલા પત્નિ પર જીવલેણ હુમલો કરનારા પતિએ આત્મહત્યા કરી લીધી છે. રાજુ વાઘેલા નામના પતિએ પત્ની પર જીવલેણ ઉમલો કરી સિહોરનાં કનાડ રેલવે ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. જ્યારે તેમના પત્નિ હાલ સારવાર અર્થ ભાવનગર સરકારી હોસ્પિટલમાં દાખલ છે. સિહોરના તરસિંગડા નજીક દર્શન કરવા માટે ગયા હતા એ દરમિયાન ઝગડો થતા પતિએ આવેશમાં આવીને પોતાની પત્નીને ગળાના ભાગે છરીના ઘા મારી દીધા હતા. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા રાજુ વાઘેલાના પત્નીને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા
Join Our Official Telegram Channel: