![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Crime: 'પિતા બન્યો હેવાન' - મહેસાણામાં બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, પરિવારને જાણ થતાં જ.........
મહેસાણામાં સગા બાપે જ સગી દીકરીને પીંખી નાંખી છે. પિતા જ હેવાન બન્યો છે
![Crime: 'પિતા બન્યો હેવાન' - મહેસાણામાં બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, પરિવારને જાણ થતાં જ......... Mehsana Crime News: a father raped on the 17 year daughter in the langhnaj mehsana, son case files against father Crime: 'પિતા બન્યો હેવાન' - મહેસાણામાં બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, પરિવારને જાણ થતાં જ.........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/13/487eb7dc9dfd969e9c9a5260232e4e32171298396732877_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mehsana Crime News: ગુજરાતમાં મહેસાણામાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે, ખરેખરમાં ખુદ બાપે સગી દીકરીને ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના વડસ્મા ગામમાં પિતાએ પોતાની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યુ અને બાદમાં તેને ગર્ભવતી બનાવી દીધી હોવાની ફરિયાદ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
મહેસાણામાં સગા બાપે જ સગી દીકરીને પીંખી નાંખી છે. પિતા જ હેવાન બન્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, મહેસાણા જિલ્લામાં આવેલા વડસ્મા ગામમાં એક પરપ્રાંતિય પરિવાર રહે છે, આ હેવાન પિતા અહીં વડસ્માની સાંકેત આર્યુવેદીક કૉલેજ ચોકીદારનું કામ કરે છે, આ પરપ્રાંતિય પરિવાર અહીં કૉલેજ કેમ્પસમાં રહે છે, પરિવારમાં માતા-પિતા એક દીકરો અને એક 17 વર્ષની દીકરી છે. આ પરિવારમાં પિતાની દાનત પોતાની જ દીકરી બગડી અને તેને પોતાની જ 17 વર્ષીય સગી દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, વારંવાર દુષ્કર્મથી સગી દીકરી ગર્ભવતી બની ગઇ હતી. જ્યારે માતાને આ વાતની જાણ થઇ તો હેવાન પિતાએ દીકરીની માતાને પણ જીવથી મારી નાંખવાની ધમકી આપી દીધી હતી. બાદમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ ખુદ ઘરના દીકરાએ સગા પિતા વિરૂદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પતિએ હેવાનિયતની તમામ હદો કરી પાર, પત્નીના કરી નાખ્યા 200 ટૂકડા, મિત્રને પૈસા આપી લાશને લગાવી ઠેકાણે
યુનાઇટેડ કિંગડમમાંથી એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક વ્યક્તિએ માત્ર તેની પત્નીની હત્યા જ નથી કરી પરંતુ તેના શરીરના 200 થી વધુ ટુકડા કરી નાખ્યા. પત્નીની જઘન્ય હત્યા કર્યા પછી, આરોપી 28 વર્ષીય નિકોલસ મેટ્સન તેનો ઇનકાર કરતો રહ્યો, પરંતુ શુક્રવારે (5 એપ્રિલ) તેણે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કર્યો. આરોપી મેટસને 26 વર્ષની હોલી બ્રેમલીની હત્યા કરીને સમગ્ર યુકેને ચોંકાવી દીધું હતું.
બીબીસીના અહેવાલ મુજબ આરોપી નિકોલસ મેટસને તેની પત્નીની આટલી નિર્દયતાથી હત્યા કેમ કરી? આ માટે હજુ સુધી કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. આશ્ચર્યજનક અને હેરાન કરનારી વાત એ છે કે પત્નીની નિર્દયતાથી હત્યા કર્યા પછી, નિકોલસે તેના શરીરના અંગોના નિકાલ માટે તેના મિત્ર જોશુઆ હેનકોકની મદદ પણ લીધી હતી, જેના માટે તેણે તેને 50 પાઉન્ડ (ભારતીય ચલણમાં આશરે રૂ. 5,264) ચૂકવ્યા હતા. તેણે કોર્ટ સમક્ષ આ વાતનો ખુલાસો કર્યો છે.
સજા અંગે કોર્ટ 8મી માર્ચે નિર્ણય સંભળાવશે
રિપોર્ટ અનુસાર આરોપી વ્યક્તિ મેટસને માર્ચ મહિનામાં આ હત્યા કરી હતી. મૃતક બ્રેમલીના સીટીટીવી ફુટેજમાં લોસ્ટ કેપચરિંગ 17 માર્ચ, 2023 ના રોજ થઈ હતી જ્યારે તે તેના ઘરે પરત ફરી રહી હતી. આ હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ કેટલાંક અઠવાડિયાથી માર્ચમાં થયેલી હત્યાના આરોપોને સતત નકારી રહ્યા હતા. જોકે, મેટસને કથિત રીતે પોલીસકર્મીઓને જણાવ્યું હતું કે બ્રામલી 19 માર્ચે મહિલા સહાય જૂથ સાથે ગઈ હતી. તે જ સમયે, હવે આરોપીએ હત્યાની કબૂલાત કરી છે પરંતુ અધિકારીઓએ લિંકન ક્રાઉન કોર્ટને જણાવ્યું હતું કે મેટસને આ જઘન્ય હત્યા પાછળના કારણો જાહેર કર્યા નથી. કોર્ટ હવે સોમવારે (8 માર્ચ) તેની સજા અંગે પોતાનો ચુકાદો આપશે.
ફ્લેટના બાથરૂમમાં લાશના ટુકડા કરવામાં આવ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી નિકોલસે પત્નીની હત્યા કર્યા બાદ તેના અવશેષો કિચન સ્ટોરમાં રાખ્યા હતા. આરોપીએ તેના પર તીક્ષ્ણ છરી વડે ઘા કરી તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. પરિવારના સભ્યોની ફરિયાદ મળ્યા બાદ પોલીસે બ્રામલી અંગે તપાસ શરૂ કરી હતી. આ હત્યાની ઘટનાને સમગ્ર યુકેમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, પતિએ આટલી ક્રુરતાથી તેમની પત્નીની હત્યા શા માટે કરી તે જાણી શકાયુુ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)