Mehsana News: કડીના ડાંગરવા ગામે વીજ કરંટથી ખેડૂતનું મોત, ઝટકા મશીનનો તાર બન્યો જીવલેણ
કડી તાલુકાના ડાંગરવા ગામે ઝુલાસણ રોડ પર ઘઉંના ખેતરમાં ઢોર ન આવે તે માટે દેખરેખ રાખવા ગયેલા યુવકનું ઝાટકા મશીનના તારથી કરંટ લાગતાં મોત નીપજ્યું હતું
Mehsana News: મહેસાણાના કડી તાલુકાના ડાંગરવા ગામે વીજ કરંટથી ખેડૂતનું મોત થયું હતું. કરણસિંહ ઠાકોર નામના ખેડૂતનુ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રખડતાં જાનવરોથી બચાવવા ખેતરમાં લગાવેલ ઝટકા મશીનનો તાર ખેતરમાં કામ કરી રહેલાં ખેડૂતને અડતા કરંટ લાગ્યો હતો, જે તેના માટે જીવલેણ સાબિત થયો હતો.
કડી તાલુકાના ડાંગરવા ગામે ઝુલાસણ રોડ પર ઘઉંના ખેતરમાં ઢોર ન આવે તે માટે દેખરેખ રાખવા ગયેલા યુવકનું ઝાટકા મશીનના તારથી કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. ડાંગરવા ગામના વતની 41 વર્ષીય કરણસિંહ બબાજી પરમાર શુક્રવારે ઝુલાસણ રોડ ઉપર ભાગમાં વાવેલા ઘઉંના ખેતરમાં ઢોરઢાંખર નુકસાન ન કરે તે માટે જોવા ગયા હતા. તે સમયે ખેતરમાં બોર ઉપર તબેલાની પાછળના ભાગે મુકેલ ઝાટકા મશીનના તાર આવેલા હતા. જેથી તારથી વીજ કરંટ લાગતાં કરણસિંહનું મોત નીપજ્યું હતું.
રખડતા પ્રાણીઓથી પાકને બચાવવા માટે બનાવેલા આ ઝટકા મશીનની કિંમત લગભગ 14 થી 15 હજાર રૂપિયા છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ મશીન રખડતા પશુઓથી આશરે 20-25 વીઘામાં વાવેતર કરેલા ખેડૂતોના લાખો રૂપિયાના પાકને સુરક્ષિત કરે છે. આ બ્લો મશીનમાં કરંટ સીધો પસાર થતો નથી. જેના કારણે માનવ સંપદાને કોઈ નુકશાન થતું નથી. મશીનમાંથી વાયરો તાર ફેન્સીંગમાં નાખવામાં આવે છે. તે ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક છે સાથે જ પ્રવાહ સીધો ન આવવાના કારણે પશુઓ કે માનવીઓને કોઈ નુકસાન થવાની સંભાવના નથી. ઝટકા મશીન પહેલા કાંટાળા વાયરનો પણ ઉપયોગ થતો હતો.