Mehsana: ક્રિકેટ રમતાં-રમતાં બેચરાજીમાં બબાલ, બે જૂથોએ સામ-સામે કરી ધોકાવારી, પોલીસે 10ને પકડ્યા
મહેસાણા જિલ્લામાંથી આજે વધુ એક અથડામણની ઘટના સામે આવી છે. જિલ્લાના એડલા ગામે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઇ હોવાની ઘટના સામે આવી છે
Mehsana News: મહેસાણા જિલ્લામાંથી આજે વધુ એક અથડામણની ઘટના સામે આવી છે. જિલ્લાના એડલા ગામે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઇ હોવાની ઘટના સામે આવી છે. ક્રિકેટ મેચ રમતાં રમતાં બે જૂથો વચ્ચે બબાલ થઇ હતી, જે પછી બન્ને જૂથો ઘાતક હથિયારો લઇને સામ સામે આવી ગયા હતા. આ મામલે હાલ પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, જિલ્લાના એડલા ગામે ગઇકાલે બે જૂથો વચ્ચે જોરદાર અથડામણ થયાની ઘટના સામે આવી છે, જિલ્લાના બહુચરાજીના એડલા ગામે બે જૂથ સામે સામે આવી ગયા હતા, આ અથડામણનો વીડિયો અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યો છે. એડલા ગામે ક્રિકેટ મેચ રમવાના મુદ્દે બે જૂથો વચ્ચે બબલા થઇ હતી, જે પછી જુની અદાવત રાખીને બન્ને જૂથો ઘર્ષણમાં ઉતરી ગયા હતા. બન્ને જૂથો ઘાતક હથિયારો સાથે સામ સામે આવી ગયા હતા અને જોરદાર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, સમય રહેતા પોલીસ આવતા જતાં અથડામણ દરમિયાન 10 લોકોની ધરપકડ કરી લીધી હતી. પોલીસ આ અંગે આગળની કાર્યવાહી કરી રહી છે.
થર્ટી ફર્સ્ટ પહેલા મહેસાણા પોલીસ જાગી, દારૂડિયાઓ અને બૂટલેગરો પર અપાયા મેગા ડ્રાઇવના આદેશ
થર્ટી ફર્સ્ટ પહેલા મોડી મોડી પણ પોલીસ જાગી, રાજ્યમાં ઠેર ઠેર દારૂ માટે નાકાબંધી કરવાની શરૂઆત કરી છે, પોલીસ દારૂડિયાઓ અને બૂટલેગરોને કાબુમા રાખવા નિષ્ફળ પ્રયાસ કરી રહી છે, આ અંતર્ગત આજે મહેસાણા જિલ્લામાં ખાસ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જિલ્લાના પોલીસ વડાએ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં આજે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મેગા ડ્રાઇવનું એલાન કર્યુ છે.છેલ્લા કેટલાક દિવસોથી બોર્ડર વિસ્તારોમાંથી રાજ્યમાં મોટી પ્રમાણમાં દારૂની હેરાફેરી ચાલી રહી છે, અને કેટલીક જગ્યાઓ મોટા પ્રમાણમાં દારૂ પકડાયો પણ છે. હવે આવતીકાલે થર્સ્ટી ફર્સ્ટ પહેલા મહેસાણા પોલીસે દારૂની મેગા ડ્રાઇવ શરૂ કરી છે. જિલ્લા પોલીસ વડાએ આજે વહેલી સવારથી જ મેગા ડ્રાઇવ શરૂ કરી છે, મહેસાણા જિલ્લામાં દારૂના દુષણને ડામવા મહેસાણા પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી છે. આજે સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. દારૂનો વેપાર કરતા તત્વો અને દારૂડિયાઓને પકડવા મેગા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા આજે આ ખાસ પ્રકારનો આદેશ કરાયો છે, જે અતંર્ગત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને આ કામગીરી કરવાનો આદેશ અપાયો છે.