શોધખોળ કરો
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં એક સાથે 7 લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગત
આજે બનાસકાંઠા જિલ્લામાં વધુ 7 લોકોએ કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

પાલનપુરઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં વધુ 7 લોકોએ કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી 5 પુરુષ અને 2 મહિલા દર્દીને રજા આપવામાં આવી છે. નોંધનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધી 36 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી 3 દર્દીઓના મોત નીપજ્યા છે. તેમજ 45 કોરોના પોઝિટિવ દર્દીઓ પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 84 પર પહોંચ્યો છે.
વધુ વાંચો




















