શોધખોળ કરો
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના વઘુ 9 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયું દોડતું, જાણો વિગત
આજે દિયોદરમાં 7, લાખણી 1 અને ડીસામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

દિયોદરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં વધુ 9 લોકોને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. આજે દિયોદરમાં 7, લાખણી 1 અને ડીસામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં વધુ 9 લોકોને કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 125 એ પહોંચ્યો છે. ગઈ કાલે ગુજરાતમાં 415 કેસ નોંધાયા હતા. જેમાંથી અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, ભરુચમાં 4, દાહોદમાં 4, ખેડામાં 3, પંચમહાલ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં એક-એક કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગઈ કાલે 29 લોકોના કોરોનાને કારણે દુઃખદ નિધન થયાં છે, જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 અને સુરત, મહેસાણા અને જૂનાગઢમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. ગઈ કાલે સૌથી વધારે 1114 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એવી જ રીતે અમદાવાદમાં પણ સૌથી વધુ 1019 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગઈ કાલે અમદાવાદ પછી સુરતમાં 32, સાબરકાંઠામાં 20, વડોદરામાં 9, કચ્છમાં 7, દાહોદમાં 4, ખેડામાં 4, આણંદમાં 3, અરવલ્લીમાં 3, મહેસાણામાં 3, ગાંધીનગરમાં 2, ગીરસોમનાથમાં 2, રાજકોટમાં 2, તાપીમાં 2, જૂનાગઢમાં 1 અને પાટણમાં એક દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ વાંચો





















