![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehsana : કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાના ઘરે લગ્નપ્રસંગમાં 1 હજારથી વધુ લોકોને ફૂડ પોઇઝન થતાં મચી ભાગદોડ? જાણો વિગત
વિસનગરના સવાલા ગામ પાસે કોંગ્રેસના નેતાના ઘરે લગ્નપ્રસંગમાં જમણવાર પછી એક હજારથી વધુ લોકોને ફૂડ પોઇઝન થઈ જતાં ભાગદોડ મચી ગઈ હતી. રાત્રે એક વાગે લોકોને ઝેરી અસર થઈ હતી.
![Mehsana : કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાના ઘરે લગ્નપ્રસંગમાં 1 હજારથી વધુ લોકોને ફૂડ પોઇઝન થતાં મચી ભાગદોડ? જાણો વિગત More then 1 thousand people found food poison effect in Congress leaders marriage function in Mehsana Mehsana : કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાના ઘરે લગ્નપ્રસંગમાં 1 હજારથી વધુ લોકોને ફૂડ પોઇઝન થતાં મચી ભાગદોડ? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/05/8296ec896d364906e0e3b1d77352a651_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહેસાણાઃ વિસનગરના સવાલા ગામ પાસે કોંગ્રેસના નેતાના ઘરે લગ્નપ્રસંગમાં જમણવાર પછી એક હજારથી વધુ લોકોને ફૂડ પોઇઝન થઈ જતાં ભાગદોડ મચી ગઈ હતી. રાત્રે એક વાગે લોકોને ઝેરી અસર થઈ હતી. 1000 કરતા વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસરથી ભાગદોડ મચી હતી. તમામને મહેસાણા સિવિલ સહિત જુદી જુદી હોસ્પિટલમાં માં ખસેડવામાં આવ્યા. તંત્ર દ્વારા 2 નંબર જાહેર કરવામાં આવ્યા .
માન. આરોગ્યમંત્રી શ્રી @Rushikeshmla તેમજ કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા GMERS, Vadnagar ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ ફૂડ પોઈંઝનીંગના દર્દીઓની તાત્કાલિક મુલાકાત કરવામાં આવી. હાલ દર્દીઓની તબિયત સુધારા પર છે. @pkumarias @CMOGuj pic.twitter.com/JlnmYtNo4M
— Collector Mehsana (@CollectorMeh) March 5, 2022
કોઇ પણ વ્યક્તિને ફૂડ પોઈંઝનીંગના લક્ષણ જણાઇ આવે તો તાત્કાલિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર. મહેસાણાનો સંપર્ક કરવા નંબર જાહેર કરવામાં આવ્યા. 02762-222220/222299 નંબર જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસ નેતાના ત્યાં લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગના જમણવારમાં ફૂડ પોઇઝનિંગની અસર થઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ વઝીરખાન પઠાણ ના ત્યાં પ્રસંગ હતો.
ફૂડ પોઈંઝનીંગના અંદાજીત 1200 દર્દીઓ નોંધાયા હતા. આ તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને હાલ સારવાર હેઠળ છે. તમામની આરોગ્ય સ્થિતિ સુધારા પર છે. @pkumarias @CMOGuj pic.twitter.com/lhc9CO0gvz
— Collector Mehsana (@CollectorMeh) March 4, 2022
ફૂડ પોઈંઝનીંગના તમામ દર્દીઓને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી. માન. આરોગ્યમંત્રી શ્રી @Rushikeshmla તેમજ કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દર્દીઓની સિવિલ હોસ્પિટલ,વિસનગરની મુલાકાત લેવામાં આવી. @pkumarias pic.twitter.com/jiFPpCqge3
— Collector Mehsana (@CollectorMeh) March 4, 2022
વિસનગર તાલુકાના સવાલા ગામના એક પ્રસંગના જમણવારમાં ભોજન કર્યા બાદ ફૂડ પોઈંઝનીંગના ઘણા કેસો રિપોર્ટ થયા છે. કોઇપણ વ્યક્તિને ફૂડ પોઈંઝનીંગના લક્ષણ જણાઇ આવે તો તાત્કાલિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, મહેસાણાનો 02762-222220/222299 પર સંપર્ક કરવા વિનંતી છે. @pkumarias @CMOGuj
— Collector Mehsana (@CollectorMeh) March 4, 2022
Rajkot : જેતપુરના ખાખરીયા હનુમાન મંદિરના મહંતની હત્યા, કેવી હાલતમાં મળી આવી લાશ? રાજકોટઃ જેતપુરના ખાખરીયા હનુમાન મંદિરના મહંતની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. જેતપુરના દાસી જીવણ પરા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાંથી લાશ મળી હતી. ગઈ કાલે દોરીથી હાથપગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહની તપાસ કરાઇ હતી. મૃતદેહ બીલખાના ચોરવડી પાસેના ખાખરીયા હનુમાન મંદીરના મહંત હોવાની ઓળખ થઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)