શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠામાં વધુ 4 કોરોનાના કેસ આવ્યા સામે, દાહોદમાં 9 વર્ષની બાળકીના મામાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
આજે બપોરે બનાસકાંઠામાં ચાર અને દાહોદમાં એક કોરોનાનો કેસ મળી કુલ પાંચ કેસ સામે આવ્યા છે.
મહેસાણાઃ ગુજરાતમાં સવારે 127 કેસો આવ્યા પછી વધુ પાંચ કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 4 અને દાહોદમાં એક કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે વાવમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. 5 વર્ષના બાળકને કોરોના થયા બાદ તેના સંપર્ક આવેલા લોકોને કોરોના થયો છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 16 થયો છે.
આ ઉપરાંત આજે દાહોદમાં એક કોરોનાનો કેસ સામે આવ્યો છે. ઇંદોરથી આવેલી 9 વર્ષની બાળકીને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેના મામાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકીના 25 વર્ષીય મામા 14 દિવસથી સરકારી કોરોન્ટાઈન હેઠળ હતા. કોરોના પોઝિટિવ આવતા તાત્કાલિક ઝાયડ્સ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. દાહોદમાં કુલ ચાર કોરોના પોઝીટીવ નોંધાયા છે.
ગઈકાલ સાંજે 5 કલાકથી સવારે નવ વાગ્યા સુધીમાં ગુજરાતમાં નવા 127 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 2066એ પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
આજે સવારે જે નવા 127 કેસ આવ્યા છે તેમાં અમદાવાદમાં 50, સુરતમાં 69, અરવલ્લીમાં 1, ગીર સોમનાથમાં 1, ખેડામાં 1 કેસ, રાજકોટમાં 2, તાપીમાં 1 અને વલસાડમાં 2 નવા કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement