Palanpur : પિયર આવેલી યુવતી ઘરમાં જ પ્રેમી સાથે માણતી શરીરસુખ, રાત્રે પ્રેમી બ્લેકમેલ કરીને લઈ ગયો સાથે ને પછી......
અમીરગઢની યુવતીના રાજસ્થાન ખાતે લગ્ન થયા હતા. આ લગ્ન સંબંધથી યુવતીને ચાર સંતાનો પણ છે. જોકે, પતિ દારૂ પીને ત્રાસ આપતો હોવાથી ત્રણેક વર્ષથી યુવતી સંતાનો સાથે પિયર અમીરગઢ આવી ગઈ હતી અને માતા-પિતા સાથે રહેતી હતી.
પાલનપુરઃ સોમવારે અમીરગઢની એકલવ્ય સ્કૂલ પાસેથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં યુવતીની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનું તેમજ હત્યા પ્રેમીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા પછી પ્રેમી ફરાર થઈ ગયો છે. અમીરગઢ પોલીસે હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અમીરગઢની યુવતીના રાજસ્થાન ખાતે લગ્ન થયા હતા. આ લગ્ન સંબંધથી યુવતીને ચાર સંતાનો પણ છે. જોકે, પતિ દારૂ પીને ત્રાસ આપતો હોવાથી ત્રણેક વર્ષથી યુવતી સંતાનો સાથે પિયર અમીરગઢ આવી ગઈ હતી અને માતા-પિતા સાથે રહેતી હતી.
દરમિયાન તે બાજુના ગામના યુવકના સંપર્કમાં આવી હતી. તેમજ તેની સાથે પ્રેમસંબંધ બંધાય હતા. તેઓ ફોન પર પણ વાતચીત કરતાં હતા. તેમજ પ્રેમી પ્રેમિકાને મળવા અવાર-નવાર તેના ઘરે આવતો હતો. તેમજ ઘરમાં જ તેઓ શારીરિક સંબંધ પણ બાંધતા હતા.
ગત રવિવારે રાત્રે પ્રેમી પ્રેમિકાના ઘરે આવ્યો હતો આ સમયે તેણે પ્રેમિકાને બ્લેકમેલ કરી હતી. તેમજ તેની સાથે નહીં આવે તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. જેથી યુવતી રાત્રે પ્રેમી સાથે ગઈ હતી. બીજા દિવસે છરીના 9 ઘા મારીને હત્યા કરાયેલી લાશ સ્કૂલ પાસેથી મળી આવી હતી. આ અંગે પરિવારને વહેલી સવારે જાણ થઈ હતી.
આ અંગે મૃતક યુવતીની બહેને પ્રેમીએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પાંચ દિવસથી પિયર આવ્યા છે. ઘટનાની રાત્રે તેઓ પોતાના બાળકો સાથે ઓસરીમાં સૂતા હતા, ત્યારે રાત્રે 10.30 વાગ્યા આસપાસ બહેનનો પ્રેમી આવ્યો હતો. જે તેની બહેનને ડરાવીને સાથે લઈ ગયો હતો. હવે બહેનની હત્યા થઈ જતાં તેમણે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર હત્યારાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.