શોધખોળ કરો
Advertisement
પાટણઃ કોરોનાની સારવાર કરી રહેલા ડોક્ટર અને તેમના માતા-પિતાને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
ધારપુરમાં ફરજ બજાવતા સાથે પ્રાઇવેટ ક્લિનિકના 57 વર્ષીય ડોક્ટર, 82 વર્ષની માતા સહિત 84 વર્ષના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર સહિત માતા-પિતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. ધારપુરમાં ફરજ બજાવતા સાથે પ્રાઇવેટ ક્લિનિકના 57 વર્ષીય ડોક્ટર, 82 વર્ષની માતા સહિત 84 વર્ષના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આમ, પાટણ જિલ્લામાં નવા 3 કેસ સાથે કોરોના કેસની કુલ સંખ્યા 116એ પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 11ના મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 511 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 29 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 442 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 23590 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1478 પર પહોંચ્યો છે.
ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 334, સુરતમાં 76, વડોદરામાં 42, સુરેન્દ્રનગર 9, ગાંધીનગર 8, અરવલ્લી 6, ભરૂચ, 6, ભાવનગર 3, મહીસાગર 3, આણંદ 3, અમરેલી 3, મહેસાણા-2, સાબરકાંઠા 2, પાટણ 2, ખેડા 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, પંચમહાલ 1, બોટાદ 1, નર્મદા 1 અને અન્ય રાજ્ય 5 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion