શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ કોન્સ્ટેબલના દીકરાએ બેફામ કાર ચલાવી PSI સહિત 3ને લીધા અડફેટે, જાણો સંપૂર્ણ વિગત
એલઆરડી કોન્સ્ટેબલના દીકરાએ બેફામ કાર ચલાવી એક પીએસઆઇ સહિત ત્રણ પોલીસકર્મીઓને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે.
મહેસાણાઃ વિસનગરના મહેસાણા ચાર રસ્તા નજીક ટ્રાફિકની કામગીરી કરી રહેલી પોલીસને એક કાર ચાલકે ટક્કરે લીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પીએસઆઈ સહિત 3 લોકો ઘાયલ થયા છે. સ્વીફ્ટ કાર બેફામ ચલાવી અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલનો દીકરો હોવાનું સામે આવ્યું છે.
આ અકસ્માતમાં પીએસઆઈ એ.આઈ. સૈયદ સહિત 3 પોલીસકર્મીને ઇજા પહોંચી છે. કેતન કીર્તિભાઈ નામનો પોલીસકર્મી ગંભીર છે. મહેસાણા એલસીબીમાં ફરજ બજાવતા રમેશજી નામના કોન્સ્ટેબલનો પુત્ર કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
બેરીકેડ તોડીને કાર ચાલકે પોલીકર્મીઓને અડફેટે લીધા હતા. આ પછી કાર પોલીસ વાન સાથે અથડાઇ હતી. અકસ્માત મામલે ઇજાગ્રસ્ત પીએસઆઈ દ્વારા સ્વીફ્ટ ગાડી નંબર જી જે 18 બીસી 8510ના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સરકારી વાહનને ટક્કર મારી 70,000 રૂપિયા નું નુકસાન પહોંચાડવાનો પણ ઉલ્લેખ કરાયો છે. વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement