સાબરકાંઠામાં કોરોના વિસ્ફોટઃ 24 કલાકમાં નોંધાયા 56 નવા કેસ, જાણો વિગત
જિલ્લામાં છેલ્લા 24 કલાલમાં 56 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. હિંમતનગર તાલુકામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઇડર તાલુકામાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
![સાબરકાંઠામાં કોરોના વિસ્ફોટઃ 24 કલાકમાં નોંધાયા 56 નવા કેસ, જાણો વિગત Sabarkantha Corona : new 56 cases of covid in Sabarakntha today સાબરકાંઠામાં કોરોના વિસ્ફોટઃ 24 કલાકમાં નોંધાયા 56 નવા કેસ, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/10/dcf522ae9a6b3eb73aa5f73ad88eb370_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના કેસનો વિસ્ફોટ થયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાલમાં 56 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. હિંમતનગર તાલુકામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઇડર તાલુકામાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ખેડબ્રહ્મા તાલુકામાં પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. પોશીના તાલુકામાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. પ્રાંતિજ તાલુકામાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
તલોદ અને વડાલી શહેરમાં બે-બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. વિજયનગર તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં કોરોનાના 167 એક્ટિવ કેસ છે. શહેરી વિસ્તારમાં 74 એક્ટિવ કેસ તો ગ્રામ્યમાં 93 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6097 કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 6275 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1539 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2 મોત થયા. આજે 3,82,777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1893, સુરત કોર્પોરેશનમાં 1778, વડોદરા કોર્પોરેશનમાં 410, વલસાડ 251, રાજકોટ કોર્પોરેશનમાં 191, ગાંધીનગર કોર્પોરેશન 131, ખેડા 126, સુરત 114, મહેસાણા 111, કચ્છ 109, નવસારી 107, ભાવનગર કોર્પોરેશનમાં 93, આણંદ 88, ભરુચ 78, ગાંધીનગર 64, વડોદરા 60, રાજકોટ 58, મોરબી 51, જામનગર કોર્પોરેશન 47, જૂનાગઢ કોર્પોરેશન 33, અમદાવાદ 30, ગીર સોમનાથ 27, પંચમહાલ 25, દાહોદ 24, અમરેલી 23, અરવલ્લી 21, સુરેન્દ્રનગર 19,બનાસકાંઠા 18, પાટણ 17, ભાવનગર 15, મહીસાગર 15, તાપી 13, જામનગર 11, જૂનાગઢ 11, નર્મદા 11, દેવભૂમિ દ્વારકા 10, સાબરકાંઠા 10, છોટા ઉદેપુર 3 અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 32469 કેસ છે. જે પૈકી 29 વેન્ટીલેટર પર છે, જ્યારે 32440 નાગરિકો સ્ટેબલ છે. 825702 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10130 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 2 મૃત્યુ થયા. સુરતમાં 1 અને રાજકોટમાં 1 મોત થયું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)