(Source: ECI/ABP News/ABP Majha)
Mehsana : મોઢવાડિયા-શંકરસિંહની મહેસાણામાં સાક્ષી હુંકાર મહાસભા, કોણ કોણ રહ્યું હાજર?
મહેસાણા ખાતે કોગ્રેસ દ્વારા સાક્ષી હુંકાર મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. સંમેલનમાં કોગ્રેસના નેતાઓ સ્ટેજ પર જોવા મળ્યાં. તેમની સાથે શંકરસિંહ વાઘેલા પણ જોવા મળ્યા હતા.
મહેસાણાઃ મહેસાણા ખાતે કોગ્રેસ દ્વારા સાક્ષી હુંકાર મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. સંમેલનમાં કોગ્રેસના નેતાઓ સ્ટેજ પર જોવા મળ્યાં. તેમની સાથે શંકરસિંહ વાઘેલા પણ જોવા મળ્યા હતા. અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા, સી. જે. ચાવડા, રઘુભાઈ રબારી, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ સ્ટેજ પર જોવા મળ્યાં.
અર્જુન મોઢવાડિયા અને શંકર સિંહ વાઘેલા કોર્ટમાં હાજરી આપી સભાને સંબોધન કરવાં પહોંચ્યા છે. તારીખ 08 જુલાઈ 2020ના રોજ મેં વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યો હોવાનું શકરસિંહ વાઘેલાએ જુબાનીમાં જણાવ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ કોર્ટમાં ભલામણ પત્રની નકલ ઓળખી બતાવી હતી.
આ પત્ર મારા દ્વારા લખાયો હોવાનો અને તેમાં મારી સહી હોવાનો સ્વીકાર શંકરસિંહ વાઘેલાએ કર્યો હતો.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પ્રવેશને લઈને અર્જુન મોઢવાડિયા અને પછી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના કાર્યક્રમમાં શંકરસિંહ જોવા મળતાં ફરી એકવાર કોંગ્રેસમાં પ્રવેશની અટકળો વહેતી થઈ ગઈ છે.
Gujarat Election : કોંગ્રેસની પહેલી યાદીમાં હશે 50થી વધુ ઉમેદવારો, જાણો સંપૂર્ણ વિગત
Guajrat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ઉમેદવારોની જાહેરાતને પગલે સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવાર જાહેર કરશે. દિવાળી પહેલા કોંગ્રેસ એક યાદી જાહેર કરશે.
પહેલી યાદીમાં 50થી વધુ બેઠકના ઉમેદવારોના નામ જાહેર થશે. બીજી યાદી દિવાળી બાદ , અને ત્રીજી અને ચોથી યાદી ચૂંટણી જાહેરાત બાદ જાહેર થશે. ઉમેદવાર પસંદગીમાં ચાર કેટેગરી નક્કી કરાઇ . વર્તમાન ધારાસભ્ય મોટા ભાગના રિપીટ કરાશે. બેથી ચાર સિટીંગ ધારાસભ્ય બેઠક બદલે તેવી શક્યતા છે.
મિશન 2022 માટે કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ થઈ છે. આજે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી. સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદીને આપશે આખરી ઓપ અપાશે. 15 ઓક્ટોબર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારો જાહેર થઈ શકે છે. સિંગલ નામો અને બે દાવેદારોવાળી બેઠક ઉપર મંથન થયું છે. બે દિવસના અંતે ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપશે.