શોધખોળ કરો

સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મુદ્દે ક્યા કોંગ્રેસના નેતાએ કહ્યું, ભાઉ અને ભુપાભાઇના રાજમાં કાયદો અને વ્યવસ્થા ખાડે...........

રાજ્યના ગૃહરાજ્ય મંત્રી નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે. જો તેઓ પોતાની જવાબદારીનું સારી રીતે વહન ન કરી શકતા હોય તો મુખ્યમંત્રી તેમનું રાજીનામું લઇ લે.

મહેસાણાઃ સુરતમાં થયેલી હત્યાઓ મુદ્દે અમિત ચાવડાનુ નિવેદન સામે આવ્યું છે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે. જો તેઓ પોતાની જવાબદારીનું સારી રીતે વહન ન કરી શકતા હોય તો મુખ્યમંત્રી તેમનું રાજીનામું લઇ લે.  હોમ ટાઉનમાં હત્યાઓ થતી હોય તે રાજ્યના ગૃહ મંત્રીને પદ પર રહેવાનો અધિકાર નથી. ભાઉ અને ભુપા ભાઇના રાજમાં કાયદો અને વ્યવસ્થા ખાડે. ઘરે થી નિકળેલો મોભી વ્યક્તિ પરત આવશે કે તેમ તેની ચિંતા. 

તેમણે કહ્યું કે, સુરત આર્થિક કેપીટલ ધંધા રોજગારનું કેન્દ્ર છે. સુપર સીએમ અને પ્રદેશ પ્રમુખ તથા ગૃહમંત્રીનો વિસ્તાર. મહિલાનું ગળું કાપી કરપીણ હત્યા થઇ. ભાજપના નેતાઓને કહેવું છે કે ભાષણ થી શાસન નહી ચાલે. ધંધા માટે ખંડણી આપવી પડે પોલીસના હપ્તાખોરીનુ નેટવર્ક. પોલીસના લોકો જમીન ના કબજા અને ખંડણીનો વેપાર કરે છે. યુવા ધન ડ્રગ્સ અને નશાના રવાડે ચઢે એવું પોલીસનું હપ્તાનુ નેટવર્ક ચાલે છે. 

ગઈ કાલે કામરેજના પાસોદરા પાટિયા પાસે યુવતીની યુવકે જાહેરમાં જ ગળું કાપીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.  આ ઘટના પછી આજે કામરેજના પૂર્વ ધારાસભ્ય પહોંચ્યા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. પરિવારજનોને વીડિયો કોલ પર રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરાવી. હર્ષ સંઘવીએ પૂરતો ન્યાય અપાવવાની હૈયા ધરપત આપી હતી. જરૂર પડે તો સીધા કોલ કોલ કરવા પરિવારજનોને કહ્યું હતું. 

આ અંગેની વિગતો એવી છે કે, પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. યુવક છેલ્લા કેટલાક દિવસથી યુવતીનો પીછો કરતો હતો. આ અંગે યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ અપાયો હતો. ગઈ કાલે યુવકે યુવતીના ઘર બહાર પહોંચી હંગામો મચાવ્યો હતો. 

યુવતીની હત્યાના દિવસે પણ  મોટા પપ્પાએ ફરી ઠપકો આપતા યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો. આ જ સમયે યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી બધાની નજર સામે જ ચપ્પુથી ગળું કાપી હત્યા કરી હતી. યુવતીનો ભાઈ છોડાવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો.

એટલું જ નહીં, ઘટના સ્થળે દોડીલ આવેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી. ત્યાર બાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બે લોકોને સ્વિમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
Advertisement

વિડિઓઝ

Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
પાકિસ્તાનની જેલમાં પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો મોટો દાવો 
પાકિસ્તાનની જેલમાં પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો મોટો દાવો 
Gold Silver: એક ઝાટકે  2000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver: એક ઝાટકે 2000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
BSNL ના 100GB ડેટાવાળા સસ્તા પ્લાન સામે તમામ ફેઈલ, ખાનગી કંપનીઓના હોંશ ઉડ્યા
BSNL ના 100GB ડેટાવાળા સસ્તા પ્લાન સામે તમામ ફેઈલ, ખાનગી કંપનીઓના હોંશ ઉડ્યા
Embed widget