શોધખોળ કરો
પાટણઃ પૂરપાટ આવતી કારે ટક્કર મારતાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત, આખા ગામમાં અરેરાટી
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ત્રણ યુવકો ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ આવતી કારે તેમને પાછળથી ટક્કર મારી હતી. જેમાં ત્રણેય યુવકોના મોત થયા હતા.

રાધનપુરઃ જિલ્લાના કલ્યાણપુરા પાસે કચ્છ તરફથી પૂરપાટ ઝડપી આવેલી રહેલી કારે રોડ પરથી પસાર થઈ રહેલા ત્રણ યુવકોને ટક્કર મારતાં તેમના ઘટનાસ્થળે જ મોત થયા છે. દિવાળી ટાણે ત્રણ યુવકોના મોત થતાં આખા ગામમાં માતમ છવાયો છે અને આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે, રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ત્રણ યુવકો ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ આવતી કારે તેમને પાછળથી ટક્કર મારી હતી. જેમાં ત્રણેય યુવકોના મોત થયા હતા. અકસ્માતે પગલે પરિવારના સભ્યો અને ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારે રોકકડ કરી મૂકી હતી. જ્યારે આ ઘટનાને પગલે કલ્યાણપુરા ગામમાં માતમ છવાઇ ગયો છે.
વધુ વાંચો





















