શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ ટ્વીન્સને જન્મ આપનાર કોરોનાગ્રસ્ત મહિલાના બાળક પછી બાળકીને પણ કોરોના, જાણો વિગત
મોલિપુર ગામની કોરોના પોઝિટિવ માતા દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બે દિવસ અગાઉ નવજાત પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મહેસાણાઃ ગુજરાતમાં હાલ, કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં કેટલીય ગર્ભવતી મહિલાઓ પણ કોરોનાગ્રસ્ત બની છે. આવી જ એક મહેસાણાની કોરોનાગ્રસ્ત મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાંથી નવજાત બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, આ સમયે નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હવે આ બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે, મોલિપુર ગામની કોરોના પોઝિટિવ માતા દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બે દિવસ અગાઉ નવજાત પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આજે નવજાત બાળકીનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે માતા પછી બંને નવજાત બાળકો પણ કોરોનાગ્રસ્ત બન્યા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 12910 કેસો નોંધાયા છે. જ્યારે 773 લોકોના મોત થયા છે. અમદાવાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 9449 કેસો નોંધાયા છે, જ્યારે 619 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં હાલ 6649 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અમદાવાદમાં 5500 લોકો સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement