કેનેડામાં દરિયામાં ન્હાવા પડેલા મહેસાણાના બે યુવાનો ડૂબ્યા, જાણો વિગતે
કેનેડામાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ગુજરાતમાં બે યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાના અહેવાલ છે. મળતી માહિતી પ્રમાણે આ બન્ને યુવાનો મહેસાણાના રહેવાસી છે.
મહેસાણા: કેનેડામાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ગુજરાતમાં બે યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાના અહેવાલ છે. મળતી માહિતી પ્રમાણે આ બન્ને યુવાનો મહેસાણાના રહેવાસી છે. પગ લપસતા એક ભાઈ દરિયામાં ડૂબ્યો હતો જ્યારે ડૂબતા ભાઈને બચાવવા જતા બીજો ભાઈ પણ ડૂબ્યો હતો. આ દૂર્ઘટનામાં એક ભાઈનું મોત થયું છે જ્યારે બીજા ભાઈની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. આ ઘટનાની જાણ મહેસાણામાં રહેતા તેમના માતા-પિતા થતા તેઓ તાત્કાલિક કેનેડા જવા નિકળ્યા છે.
ટાયર ફાટતાં ઘઉં અને 14 મજૂરો સાથેનું પીકઅપ પલટી ગયું
મહીસાગરઃ લુણાવાડાના હાડોડ મહીસાગર નદી પરના નવીન બ્રિજ પાસે ઘઉંની બોરી અને મજૂરો ભરેલ પીકઅપ ડાલાનું ટાયર ફાટતા અકસ્માત નડ્યો હતો. હાડોડ નવા બ્રિજ પાસે મજૂર ભરેલી પિકપ ગાડી પલટતા 12 થી 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીકઅપ પલટી મારતાં મજૂરોએ ચીસાચીસ કરી મૂકી હતી. ઇજાગ્રસ્તોને 108ની મદદથી લુણાવાડા શહેરની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દહેગામથી મજુરી કરી અને ઘઉં લઈ મજૂરો દાહોદ વતન તરફ જઈ રહ્યા હતા. પુરઝડપે જઇ રહેલ પિકપડાલાનું ટાયર અચાનક ફાટ્યું. પિકઅપ ડાલાનું ટાયર ફાટતા ઘઉંની બોરી મજૂરો નીચે દટાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મજુરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો વધુ ઇજાગ્રસ્ત ચાર લોકો ને ગોધરા રીફર કરાયા. લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સુવિધાના અભાવે ઇજગ્રસ્તોને બાકડા પર તો કેટલા ઇજગ્રસ્તોને નીચે સુવડાવી રાખ્યા હતા.
બનાસકાંઠા: ડીસા-કાંટ રોડ પર અકસ્માત સર્જાયો છે. ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે. મૃતકનું નામ રાહુલ મોઢ છે અને તેઓ વ્યવસાયે શિક્ષક હતા. ઘટનાને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.