USA: સ્ટોરમાં કામ કરતા મહેસાણાના યુવકની અમેરિકામાં હત્યા, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યા કરવામાં આવી હતી
અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યા કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના વિશાલ પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વાસ્તવમા મહેસાણાના ઉટાવા ગામનો વિશાલ પટેલ ટેનેસી રાજ્યના નેસ્વિલ શહેરમાં એક સ્ટોરમાં કામ કરતો હતો. બે દિવસ પહેલાં 2 અશ્વેત વ્યક્તિઓ સ્ટોરમાં પ્રવેશે છે અને સ્ટોરમાં પ્રવેશતાની સાથે જ બંને હુમલાખોરો વિશાલ પટેલને ગોળી મારી ફરાર થઈ જાય છે. ગોળી વાગતા જ વિશાલનું ઘટનાસ્થળે જ મોત થાય છે. પોલીસે બંન્ને હત્યારાને ઝડપી લીધા હતા.
Shraddha Murder Case: ' શ્રદ્ધાના ટૂકડા ફ્રિજમાં હતા તેનો કોઇ અંદાજ નહોતો, બે વખત ફ્લેટમાં ગઇ, આફતાબની નવી ગર્લફ્રેન્ડે ક્યો ખુલાસો
Shraddha Murder Case: દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસને લઈને દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલિગ્રાફ ટેસ્ટ બાદ આરોપી આફતાબે કબૂલાત કરી છે કે તેણે હત્યાને અંજામ આપ્યો હતો અને શ્રદ્ધાના અનેક ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા. હવે આ કેસમાં યુવતીનું નિવેદન સામે આવ્યું છે, જેને શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ તેના ફ્લેટમાં લાવ્યો હતો. આફતાબે શ્રદ્ધાના ટુકડા ફ્રીજમાં રાખ્યા હતા ત્યારે આ યુવતી ફ્લેટ પર આવી હતી. આ યુવતીએ પોલીસને કહ્યું હતું કે તેને બિલકુલ ખ્યાલ નહોતો કે કોઈની હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા આ ફ્લેટમાં રાખવામાં આવ્યા છે
આ યુવતીએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે આફતાબે તેને 12 ઓક્ટોબરે એક વીંટી ભેટમાં આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીંટી શ્રદ્ધાની હતી, જે આરોપી આફતાબે તેની હત્યા બાદ તેના અન્ય મિત્રને ભેટમાં આપી હતી. આ યુવતી વ્યવસાયે ડોક્ટર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પોલીસને આપેલા નિવેદનમાં યુવતીએ જણાવ્યું હતું કે તે ઓક્ટોબરમાં બે વખત આફતાબના ફ્લેટ પર ગઈ હતી. તે સમયે તેને ખ્યાલ નહોતો કે જે જ્યાં જઇ રહી છે ત્યાં એક છોકરીની હત્યા કરીને તેના ટુકડાઓ રાખવામાં આવ્યા છે. આ યુવતીએ જણાવ્યું હતું કે આફતાબ ખૂબ જ સામાન્ય વર્તન કરતો હતો, તેને ક્યારેય ડર લાગતો નહોતો. તેણે પોતાના મુંબઈના ઘર વિશે પણ માહિતી આપી હતી. બંનેની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. પોલીસનું કહેવું છે કે આફતાબ અલગ-અલગ ડેટિંગ સાઈટ પર એક્ટિવ હતો અને લગભગ 10થી 15 યુવતીઓ સાથે તેના સંબંધો હતા