શોધખોળ કરો
કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતના કયા જાણીતા ગામમાં લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત
ખોડિયારધામ વરાણામાં ગઈ કાલે એક સાથે કોરોનાના 8 કેસ આવતાં મંદિર અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે. આજથી 9મી ઓક્ટબર સુધી બજારો બંધ રાખવા ગ્રામ પંચાયતે નોટિસ જારી કરી છે.

પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ખોડિયારધામ વરાણામાં ગઈ કાલે એક સાથે કોરોનાના 8 કેસ આવતાં મંદિર અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે. આજથી 9મી ઓક્ટબર સુધી બજારો બંધ રાખવા ગ્રામ પંચાયતે નોટિસ જારી કરી છે. વરાણા ગ્રામ પંચાયતે દુકાનદારોને નોટિસો આપી દુકાનો બંધ કરાવી છે. જોકે, સવારે 2 કલાક અને સાંજે 2 કલાક દુકાનો ખુલ્લી રાખવા છૂટ આપી છે. શ્રી ફળ ચૂંદળીની દુકાનો, પાન મસાલાના ગલ્લા, ઠંડા પીણાંની દુકાનો , શાકભાજી સહિત કરીયાણાની દુકાનો આજથી દિવસ દરમ્યાન બંધ રાખવા કડક સૂચના આપવામાં આવી છે. હુકમનું પાલન નહીં કરનાર દુકાનદાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં સૂચના આપવામાં આવી છે. કેસો વધતાં વેપારીઓએ ગ્રામપંચાયતના નિર્ણયને આવકારી દુકાનો બંધ રાખવા સહમત થયા છે.
વધુ વાંચો




















