શોધખોળ કરો
Advertisement
કોરોનાનું સંક્રમણ વધતાં ઉત્તર ગુજરાતના કયા ગામને મુકાયું કન્ટેન્મેન્ટ ઝોનમાં?
છેલ્લા 10 દિવસથી ગામમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. એ ગામ માટે ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે વિશોળ ગામને કેન્ટમેન્ટ ઝોનમાં મૂક્યું છે.
મહેસાણાઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે મહેસાણા જિલ્લાના વિશોળ ગામને કોરોનાનું સંક્રમણ વધતા કન્ટેમેન્ટમાં મૂકી દેવામાં આવ્યું છે. વિશોળ ગ્રામ પંચાયતે વિશોળના લોકોને જાણકારી આપતાં જણાવ્યું છે કે, વિશોળ ગામમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે. છેલ્લા 10 દિવસથી ગામમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. એ ગામ માટે ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે વિશોળ ગામને કેન્ટમેન્ટ ઝોનમાં મૂક્યું છે.
ગામના દરેક નાગરીકને પોતાની ફરજ સમીને માસ્ક ફરજીયાત પહેરવું અને એકબીજાથી અંતર રાખવું, કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં. જાહેર જગ્યાએ ભેગા થવું નહીં. હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લેતા ગામમાં આવેલી દુકાનો ખોલવાનો અને બંધ કરવાનો સમય નક્કી કરાયો છે.
વિશોળ ગામમાં દૂધ સવારે 6થી 9 વાગ્યા સુધી, કરિયાણા અને અન્ય દુકાનદારો તેમજ શાકભાજી સવારે 7.30થી 10 વાગ્યા સુધી, તેમજ ઘંડી સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી ચાલું રાખી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement