શોધખોળ કરો
ડીસાઃ 2 દિવસથી ગુમ યુવકની કેવી હાલતમાં ઘરમાંથી જ મળી આવી લાશ? જાણીને કમકમી જશો
ડીસાની સરસ્વતી સોસાયટીમાં રહેતો ધવલ પ્રવિણભાઈ ઠક્કર છેલ્લા બે દિવસથી ગુમ હતો. બે દિવસ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન ઘરની ટાંકીમાં તપાસ કરતાં યુવકની લાશ ટાંકીમાંથી મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
ડીસાઃ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યુવકની ગુમ થયા પછી ઘરની ટાંકીમાંથી જ લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. યુવકની લાશ ટાંકીમાંથી મળી હોવાના સમાચાર થોડીવારમાં જ સમગ્ર વિસ્તારમાં વાયુવેગે ફેલાઇ ગયા હતા અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, ડીસાની સરસ્વતી સોસાયટીમાં રહેતો ધવલ પ્રવિણભાઈ ઠક્કર છેલ્લા બે દિવસથી ગુમ હતો. બે દિવસ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન ઘરની ટાંકીમાં તપાસ કરતાં યુવકની લાશ ટાંકીમાંથી મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશને પીએમ માટે ડીસી સિવિલ ખાતે ખસેડવામાં આવી છે.
જોકે, યુવક ટાંકીમાં કેવી રીતે પહોંચ્યો તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે પોલીસ તપાસ પછી સમગ્ર ઘટના પરથી પરદો ઉંચકાશે. હાલ, તો યુવકની લાશ તેના ઘરના જ ટાંકામાંથી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સાથે સાથે અનેક શંકા-કુશંકાઓ કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement