India vs Pakistan Asia Cup: ભારત-પાકિસ્તાન મેચ મુદ્દે નાનાપાટેકરે પોતોનો વિચાર કર્યો વ્યક્ત, જાણો શું કહ્યું?
Nana Patekar On Asia Cup : પહેલગામ હુમલા બાદ, એશિયા કપમાં ભારત પાકિસ્તાન સાથે મેચ રમવા અંગે હોબાળો મચી ગયો છે. આ દરમિયાન, નાના પાટેકરે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે ભારતે…

Nana Patekar On Asia Cup : એશિયા કપ 2025 માં પાકિસ્તાન સાથે ભારતની મેચ રમવા પર હોબાળો મચી ગયો છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતમાં ઘણા પાકિસ્તાની કલાકારો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, લોકો ભારતનો પાકિસ્તાન સાથે મેચ રમવાનો પણ વિરોધ કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા નાના પાટેકરે પણ કહ્યું છે કે, ભારતે પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ.
ન્યૂઝ એજન્સી IANS ને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં, નાના પાટેકરે કહ્યું- 'સાચું કહું તો, મને લાગે છે કે, મારે આ પર બોલવું જોઈએ નહીં. તેમ છતાં, મારો અંગત અભિપ્રાય છે કે, ભારતે ન રમવું જોઈએ. મને લાગે છે કે, જે દેશાના લોકોએ આપણા લોકોનું લોહી વહેવડાવવામાં આવ્યું છે, તે દેશ સાથે શા માટે રમવું જોઇએ? મારું માનવું છે કે, મારે ફક્ત તે જ બાબતો પર બોલવું જોઈએ જે મારા હાથમાં છે.'
Pune, Maharashtra: On the India-Pakistan Asia Cup match, veteran actor Nana Patekar says, "Honestly, I feel I shouldn’t even speak on this. Still, my personal opinion is that India should not play. I feel when the blood of our people has been shed, then why should we play with… pic.twitter.com/3QMjgu9TEu
— IANS (@ians_india) September 14, 2025
સુનિલ શેટ્ટીએ સમર્થનમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો
આ પહેલાં, સુનિલ શેટ્ટીએ પણ ભારત-પાકિસ્તાન મેચ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જોકે, તેમણે મેચનો વિરોધ કર્યો ન હતો. તેમણે કહ્યું- 'આ એક વિશ્વ રમત સંગઠન છે. તેમણે આ નિયમોનું પાલન કરવું પડશે કારણ કે બીજી ઘણી રમતો છે અને ઘણા ખેલાડીઓ તેમાં સામેલ છે. ભારતીય હોવાને કારણે, મારી એ વ્યક્તિગત ચોઇસ હોવી જોઇએ કે, મારે મેચ ન જોવો જોઇએ.
'તમે ક્રિકેટરોને રમવા માટે દોષી ઠેરવી શકતા નથી...'
સુનિલ શેટ્ટીએ વધુમાં કહ્યું કે આ મેચ માટે કોઈ ક્રિકેટરને જવાબદાર ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું- 'આ નિર્ણય ભારતે લેવાનો છે, પરંતુ તમે ક્રિકેટરોને રમવા માટે દોષી ઠેરવી શકતા નથી કારણ કે તેઓ પણ ખેલાડીઓ છે અને તેમની પાસેથી દેશનું પ્રતિનિધિત્વ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. મને લાગે છે કે આ નિર્ણય આપણે બધાએ લેવાનો છે. જો હું તે જોવા માંગતો નથી, તો હું તે જોઈશ નહીં. તમે શું કરવા માંગો છો તે નક્કી કરવાનું તમારા બધા પર નિર્ભર છે. તે BCCI ના હાથમાં નથી. આ એક વિશ્વ રમત સંગઠન છે, અને તમે કોઈને દોષી ઠેરવી શકતા નથી.'





















