શોધખોળ કરો

Comment On Ram: રામને માંસાહારી ગણાવ્યા બાદ વિરોધના જવાબમાં NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે શું કહ્યું સાંભળો

ભગવાન રામ પર જીતેન્દ્રના નિવેદનને લઈને ભાજપ અને અજીત જૂથના નેતાઓમાં નારાજગી છે. અજિત જૂથના NCP કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

NCP Leader Jitendra Awhad On Ram: NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને કરેલા નિવેદન બદલ માફી માંગી છે. આ પહેલા મહારાષ્ટ્રમાં તેની સામે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.

શરદ પવાર જૂથના NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન બદલ માફી માંગી છે. તેણે કહ્યું છે કે ભાષણ આપતી વખતે તેણે ભૂલ કરી હતી.

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમણે ભગવાન રામની જીવનશૈલી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે રાજકીય વિવાદ સર્જાયો હતો. ભાજપના નેતાઓએ તેમના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને મહારાષ્ટ્રમાં તેમની વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.

"ક્યારેક ભૂલ થઇ જતી હોય છે"

નિવેદન અંગે તેઓ સતત પોતાના સ્ટેન્ડ પર અડગ હતા, પરંતુ હવે તેમણે યુ-ટર્ન લીધો છે. ગુરુવારે (4 જાન્યુઆરી) તેમણે વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગી અને સ્પષ્ટતા કરતા કહ્યું કે,  "હું ભાષણ દરમિયાન બોલતો જ ગયો એમાં ક્યારેક મારાથી ભૂલ પણ  થઈ જાય છે... હું મારા નિવેદન માટે માફી માંગુ છું."

અજિત પવાર જૂથના નેતાઓમાં પણ નારાજગી

ભગવાન રામ પર જીતેન્દ્રના નિવેદનને લઈને ભાજપ અને અજીત જૂથના નેતાઓમાં નારાજગી છે. અજિત જૂથના NCP કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નિવેદન પર અડગ હતા

એનસીપીના નેતાએ અગાઉ તેમના નિવેદન અંગે કડક વલણ અપનાવ્યું હતું કે તે પોતાના નિવેદન પર અડગ છે જો કે વિરોધનો વંટોળ શરૂ થતાં તેમણે માફી માંગી હતી.

"ભગવાન શ્રી રામચંદ્ર તમને સદ્બુદ્ધિ આપે"

મહારાષ્ટ્ર ભાજપે પણ NCP નેતાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. પાર્ટીના રાજ્ય એકમે બુધવારે (3 જાન્યુઆરી) ટ્વિટર પર લખ્યું, 'જિતેન્દ્ર આવ્હાડ,  આપનો સાર્વજનિક  વિરોધ! તમે આજે ભગવાન રામચંદ્રને યાદ કર્યા. તમારા વર્તન અને વિચારોમાં રામ કરતાં રાવણ વધુ સ્પષ્ટ દેખાય છે. હિંદુ દેવતાઓનું અપમાન કરવાથી ન જાણે આપને શું ખુશી મળે છે એ તો તમે જ જાણો, જો કે આપને ખબર નથી કે,  ખોટો અને આપની સુવિધાજનક  ઈતિહાસ લખવાની તમારી જૂની યુક્તિ રામભક્તો સહન નહીં કરે. ભગવાન શ્રી રામચંદ્ર આપને સદ બુદ્ધિ આપે!”

ભગવાન રામ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય રામ કદમે કહ્યું કે આવા નિવેદનો રાજકારણ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video

નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....

દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ

અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે

આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે! પરેશ ગોસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

'અમને ખબર નથી, પાકિસ્તાનને પૂછો': ઓપરેશન સિંદૂર દરમિયાન F-16 ફાઇટર જેટ ગુમાવવા પર અમેરિકાનું નિવેદન

Embed widget