શોધખોળ કરો

Hasan Ali Post: વાહ હસન અલી, પાકિસ્તાનના આ ક્રિકેટરે જે કર્યું, તેના માટે જોઇએ હિંમત, PAKના મોં પર આ રીતે મારી થપ્પડ

Hasan Ali: પાકિસ્તાની બોલર હસન અલીએ વૈષ્ણોદેવી જતી બસ પર થયેલા આતંકવાદી હુમલા પર સંવેદના વ્યક્ત કરી અને આતંકી ઘટનાને વખોડી છે.

Hasan Ali Post: વૈષ્ણોદેવી જતી બસ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશમાં આક્રોશ  છે. લોકો સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સુરક્ષા એજન્સીઓ આતંકીઓને પકડવા અભિયાન ચલાવી રહી છે. આ  જ ક્રમમાં  પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

તાજેતરમાં જ હસન અલીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કરતા તેમણે આ પોસ્ટમાં લખ્યું હતું કે, 'ALL Eyes On Vaishno Devi Attack' એટલે કે હાલમાં દરેકની નજર વૈષ્ણોદેવી તીર્થયાત્રીઓ પરના હુમલા પર ટકેલી છે.

હસન અલીની પત્ની ભારતીય છે

અલીએ ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કર્યા છે. તેની પત્નીનું નામ સામિયા આરુ છે. તે મૂળ નુહ, હરિયાણાની છે. આ સિવાય તે ફ્લાઈટ એન્જિનિયર પણ છે. બંનેએ થોડા વર્ષો પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી પણ છે. હસન 2023માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનો ભાગ હતો.                                                             

કાશ્મીરમાં વૈષ્ણોદેવી જતી બસ પર આતંકી હુમલો થયો હતો.

રવિવારે (9 જૂન), આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત 10 લોકોના મોત થયા હતા, આ સિવાય 41 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના અંગે રિયાસીના SSP મોહિતા શર્માએ કહ્યું હતું કે, 'કાંડા વિસ્તારમાં શિવ ઘોડીથી કટરા જઈ રહેલી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ડ્રાઈવરને ઈજા થઈ હતી અને તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ ખાડામાં પડી હતી.

હસન અલી T20 વર્લ્ડ કપની ટીમમાં નથી

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ચાલી રહેલા ટી20 વર્લ્ડ કપમાં હસન અલીને પાકિસ્તાનની ટીમમાં સ્થાન મળ્યું નથી. તે હાલમાં T20 બ્લાસ્ટ 2024 લીગ રમી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Embed widget