(Source: ECI/ABP News/ABP Majha)
ગ્લાસગોથી દેશ પરત ફર્યાં PM મોદી, ભારતીય લોકોના આગ્રહને વશ થઇને વડાપ્રધાન શું કર્યું હતું, જાણો
પીએમ મોદી આજે ગ્લાસગોથી દેશ પરત ફર્યાં પીએમ મોદીએ બ્રિટનમાં ક્લાઈમેટ સમિટ અને જી-20માં ભાગ લેવા માટે રોમની મુલાકાત લીધી હતી.
PM Modi Return India: ઈટાલી અને બ્રિટનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ PM મોદી આજે સવારે 8.15 વાગ્યે દિલ્હી પહોંચશે. ભારતીય સમય અનુસાર પીએમ મોદીએ મંગળવારે રાત્રે 11 વાગ્યે ગ્લાસગોથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. ગ્લાસગોથી ભારત જતા પહેલા ભારતીય મૂળના લોકો પીએમ મોદીને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ડ્રમ સાથે પહોંચ્યા હતા, લોકોની વિનંતી પર પીએમ મોદીએ પણ ડ્રમ પર થપ્પા લગાવ્યા હતા.
ગ્લાસગોમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું, માનવતાને બચાવવા માટે આપણે સૂર્ય સાથે ચાલવું પડશે. પીએમ મોદીએ વિશ્વ માટે જરૂરી એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડનું સૂત્ર આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ સમિટમાં વિશ્વના અનેક નેતાઓ સાથે બે દિવસની તીવ્ર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતે માત્ર પેરિસની પ્રતિબદ્ધતાઓ પાર નથી કરી, પરંતુ હવે આગામી 50 વર્ષ માટે મહત્વાકાંક્ષી એજન્ડા પણ નક્કી કર્યો છે.
રોમ અને ગ્લાસગોની પાંચ દિવસની સત્તાવાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ એક ટ્વીટ કરીને કહ્યું કે, તેમણે રોમમાં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવાની સાથે તેમજ ગ્લાસગોમાં સીઓપી-26 જળવાયુ શિખર સંમેલનમાં ભાગ લીધો. તેમણે કહ્યું કે, પૃથ્વીના ભવિષ્ય માટેની બે દિવસની ચર્ચા બાદ ગ્લાસસોથી તેમણે પ્રસ્થાન કર્યો. કે ભારતે માત્ર પેરિસની પ્રતિબદ્ધતાઓ પાર નથી કરી, પરંતુ હવે આગામી 50 વર્ષ માટે મહત્વાકાંક્ષી એજન્ડા પણ નક્કી કર્યો છે.
તેમણે કહ્યું કે, “લાંબા સમય બાદ કેટલાક જુના મિત્રોને મળવાનું અને નવા લોકોને મળવું અદભૂત અનુભવ હતો. હું આપના મેજબાન પ્રધાનમંત્રી બોરિસ જોનસનના આતિથ્ય ભાવથી અભિભૂત થયો છું. વિદાય સમયે ભારતીય મૂળના લોક એકઠા થયા હતા અને સમયે ભારતીય મૂળના લોકોના આગ્રહને વશ થઇને ડ્રમ પણ વગાડ્યું હતું”.